પોરબંદર, 6 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર નજીકના ગોઢાણા ગામ માં રહેતી એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા પોરબંદર હાર્બર 108 ની ટીમે તેને એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવી હતી. બાળક ઊંધું, એક ખંભાનો ભાગ ફસાયેલ અને ગળા ને ફરતે નાળ વીંટળાયેલ હતું જે અતિ જોખમી ગણી શકાય છતાં પણ મળેલ તાલીમના અને આવડતના લીધે યોગ્ય ટેકનિકનો ઉપયોગ કરીને સફળ ડિલિવરી કરાવી હતી.
આધુનિક જીવનશૈલી ફાસ્ટ યુગમાં તમામ સુવિધાઓ આંગળીનાં ટેરવા પર ઉપલબધ થતી હોય છે. જેમની એક સેવા108 ને માનવામાં આવે છે. 108 ની ટિમ દ્વારા ગમે તેં સમયે કોઈપણ સારવાર માટે પહોચી જાય છે અને તાત્કાલિક સારવાર પુરી પાડે છે. એક પ્રસૂતા ને ગોઢાણા ગામ માં રહેતા મહિલાને પાંચમી ડિલિવરી પ્રસુતિની પીડા ઉપડતા 108 માંના ઈ.એમ.ટી.ચિંતનભાઈ મકવાણા અને પાયલોટ મયુરભાઈ માવદીયા એ હેડ ઓફિસ પર રહેલા ફીઝીશ્યન ડો મહેશ સાહેબના માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત અને મળેલ તાલીમ ની મદદથી અને સમય સુચકતા ધ્યાનમાં રાખી આ મહિલાને ખૂબ વધુ પીડા ઉપડી હોવાથી 108 માંજ ડીલેવરી કરાવી હતી અને દીકરી નો જન્મ થયો હતો. એમ્બ્યુલન્સ માં પ્રથામિક સારવાર આપ્યા બાદ સરકારી લેડી હોસ્પિટલ પોરબંદર વધુ સારવાર માટે સિફ્ટ કર્યા હતા. 108 ની સેવા એ આધુનિક સમયમાં મહત્વ ની સાબિત થઈ રહી છે દીકરી નો જન્મ થતા ઈએમ ટી ચિંતનભાઈ મકવાણા પાઈલોટ મયુરભાઈ માવદિયા અને પોરબંદર હાર્બર 108 ટીમ ને બિરદાવ્યા હતા આ તકે જિલ્લા ના પ્રોગ્રામ મેનેજર આકાશ સર અને જિલ્લા ના એક્ઝિક્યુટિવ જયેશગીરી મેઘનાથી સર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya