પગપાળા ચાલીને શાળાએ જતી દીકરીએ સરકારની સહાયથી સફળતાના શિખરો સર કર્યા
પોરબંદર, 6 ઓગસ્ટ (હિ.સ.): જ્યારે રાજકીય નેતૃત્વમાં દ્રઢ હોય અને શાસનમાં સંવેદના હોય, ત્યારે સામાન્ય કુટુંબોની દિકરીઓ પણ અસાધારણ સિદ્ધિ હાંસલ કરી શકે છે. પોરબંદર જિલ્લાના મહિયારી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV)માં અભ્યાસ કરનારી હેતલબેન નેભાભાઈ દ
પગપાળા ચાલીને શાળાએ જતી દીકરીએ સરકારની સહાયથી સફળતાના શિખરો સર કર્યા.


પોરબંદર, 6 ઓગસ્ટ (હિ.સ.): જ્યારે રાજકીય નેતૃત્વમાં દ્રઢ હોય અને શાસનમાં સંવેદના હોય, ત્યારે સામાન્ય કુટુંબોની દિકરીઓ પણ અસાધારણ સિદ્ધિ હાંસલ કરી શકે છે. પોરબંદર જિલ્લાના મહિયારી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV)માં અભ્યાસ કરનારી હેતલબેન નેભાભાઈ દાસાની સફળતા એના જીવંત ઉદાહરણરૂપ છે.જામનગર જિલ્લાના પરવાળા ગામમાં રહેતી હેતલબેન દાસાને બાળપણમાં ઘરથી દૂર શાળાએ પગપાળા જવું પડતું હતું. અવરજવર થકી ભણતર અટકી ન જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું નિર્માણ કરાયું છે. સરકારની ફ્રી એડમિશન અને હોસ્ટેલ તથા ભોજન જેવી સુવિધાઓથી તેમને ભણતરના ખર્ચની ચિંતા કર્યા વગર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો મોકો મળ્યો છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે એકપણ દીકરી અધવચ્ચે ભણતર છોડે નહીં એ ધ્યેય સાથે શિક્ષણની પહોંચ વધારવા અનેક પહેલ હાથ ધરી છે. તેની સીધી અસર હેતલબેન જેવી દીકરીઓ પર પડી છે.હેતલબેન મહિયારી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ધોરણ 10 માં 80.33% તેમજ ધોરણ 12માં 67% પરિણામ સાથે આગળ વધ્યા અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં હોર્ટિકલ્ચરમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આજે તેઓ મરમઠ હાઈસ્કૂલમાં વોકેશનલ ટ્રેનર તરીકે સેવા આપી રહ્યા છે.

આ સફળતા માત્ર હેતલબેનની નથી – એ રાજ્ય સરકારની શિક્ષણ પ્રત્યે કટિબદ્ધતા અને રાજ્યની શિક્ષણ નીતિની સિદ્ધિ છે. હેતલબેન ગુજરાતની પહેલી દીકરી છે જેમની સફર પર મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે, જે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.આ પ્રસંગે પોરબંદરના જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર, જિલ્લા ગર્લ્સ એજ્યુકેશન વૈશાલીબેન પટેલ તથા સી.આર.સી. કો.ઓર્ડિનેટરે તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. અંતે, હેતલબેનની જેમ દરેક દીકરી માટે શિક્ષણ એ અધિકાર છે, એ બોધ રાજ્ય સરકારે દ્રઢતાપૂર્વક આત્મસાત કર્યો છે. આ માત્ર એક વ્યકિતગત સફળતા નથી, પરંતુ નવી પેઢી માટે આશાનું પ્રકાશપથ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande