સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં નવા ચૂંટાયેલા સરપંચો તથા સભ્યોનો અભિવાદન સમારોહ ભવ્ય રીતે યોજાયો
પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.): સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા તેમજ બિનહરીફ ચૂંટાયેલા સરપંચઓ, ઉપસરપંચઓ તથા પંચાયત સભ્યઓનો વિશેષ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગ
સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં નવા ચૂંટાયેલા સરપંચો તથા સભ્યોનો અભિવાદન સમારોહ ભવ્ય રીતે યોજાયો


પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.): સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા તેમજ બિનહરીફ ચૂંટાયેલા સરપંચઓ, ઉપસરપંચઓ તથા પંચાયત સભ્યઓનો વિશેષ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તથા CWC સભ્ય જગદીશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.તેમના સાથે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર તથા જિલ્લામાંથી મોટા પાયે આગેવાનો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન નવી ચૂંટાયેલી પંચાયતોના પ્રતિનિધિઓને શાલ-શ્રીફળથી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા ગામના સર્વાંગી વિકાસ માટે આપની ભૂમિકા મહત્વની રહે તેવી સ્પષ્ટતા આમંત્રિત આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.

આ સમારોહમાં તાલુકાના કોગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનોને પણ ઉમંગભેર હાજરી આપી ગામસ્તરની લોકશાહી મજબૂત બનવા શુભેચ્છાઓ પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande