માલિકના જ કર્મચારીઓએ ‘બ્રહ્માણી ટોબેકો’માંથી 1.90 લાખની તમાકુ ચોરી
પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.)પાટણ-ઊઝા રોડ પર કુડેર ગામ નજીક આવેલા ''બ્રહ્માણી ટોબેકો''ના ગોડાઉનમાંથી રૂ. 1.90 લાખની કિંમતની 200 બોરી તમાકુ ચોરી થવાનો મામલો બહાર આવ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ ચોરી કોણીએ કરી એ લોકો પોતે જ ગોડાઉનના માલિક અરવિંદભાઈ પટેલ
માલિકના જ કર્મચારીઓએ ‘બ્રહ્માણી ટોબેકો’માંથી 1.90 લાખની તમાકુ ચોરી


પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.)પાટણ-ઊઝા રોડ પર કુડેર ગામ નજીક આવેલા 'બ્રહ્માણી ટોબેકો'ના ગોડાઉનમાંથી રૂ. 1.90 લાખની કિંમતની 200 બોરી તમાકુ ચોરી થવાનો મામલો બહાર આવ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ ચોરી કોણીએ કરી એ લોકો પોતે જ ગોડાઉનના માલિક અરવિંદભાઈ પટેલના વિશ્વાસપાત્ર કર્મચારીઓ – સુપરવાઇઝર રાજુજી જેણાજી ઠાકોર (ઉ. 34) અને ડ્રાઈવર જશવંતભાઈ પટેલ (ઉ. 44) છે.

બાલીસણા પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપીઓની ધરપકડ કરીને પાટણની જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બંનેને 5 ઓગસ્ટ, 2025 સુધીના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા હતા. રિમાન્ડ પૂરો થયા બાદ તેઓને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડૉ. હિરલબેન પી. જોશીએ રૂ. 15-15 હજારના જામીન પર મુક્ત કર્યા હતા.

પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ કબૂલ્યું કે પૈસાની લાલચે તેમણે 24 જુલાઈ, 2025ના રોજ આઇશર ગાડીમાં તમાકુની 200 બોરી ભરાવી ઊંઝાના મક્તપુર પાસેના ગોડાઉનમાં ખાલી કરી વેચી દીધી હતી. ચોરીમાંથી મળેલા પૈસા એટલે કે રૂ. 1.90 લાખમાંથી બંનેને રૂ. 95,000 મળ્યા હતા, જે તેમણે પાટણ એલસીબી પોલીસને જમા કરાવ્યા હતા.

આરોપી જશવંતભાઈ છેલ્લાં નવ વર્ષથી ગાડીના ડ્રાઈવર તરીકે જ્યારે રાજુજી છેલ્લા બે-ત્રણ વર્ષથી સુપરવાઇઝર તરીકે કામ કરી રહ્યા હતા. ખાસ કરીને રાજુજી શેઠના બિલ લાવવા-મૂકવાના અને બેંકના નાણાં વ્યવહારના જવાબદાર હતા. વિશ્વાસનો દુરુપયોગ કરીને જ તેમણે આ ગેરકાયદેસર કૃત્ય કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande