કર્ણાવતી યુનિવર્સિટીના એન.એસ.એસ યુનિટ, માય ભારત, વન વિભાગ અને રૂપાંતર ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કરાયું
ગાંધીનગર, 6 ઓગસ્ટ (હિ.સ.): કર્ણાવતી યુનિવર્સિટીના એન.એસ.એસ યુનિટ, માય ભારત, વન વિભાગ અને રૂપાંતર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન તા. 6 ઓગસ્ટ, 2025 ના રોજ ઉવારસદ ખાતે કરવામાં આવ્યું હતું. ઇન્ડિ
એક પેડ માઁ કે નામ અંતર્ગત વૃક્ષારોપણ


એક પેડ માઁ કે નામ અંતર્ગત વૃક્ષારોપણ


એક પેડ માઁ કે નામ અંતર્ગત વૃક્ષારોપણ


ગાંધીનગર, 6 ઓગસ્ટ (હિ.સ.): કર્ણાવતી યુનિવર્સિટીના એન.એસ.એસ યુનિટ, માય ભારત, વન વિભાગ અને રૂપાંતર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન તા. 6 ઓગસ્ટ, 2025 ના રોજ ઉવારસદ ખાતે કરવામાં આવ્યું હતું.

ઇન્ડિયા-ઇન્ડોનેશિયા, કર્ણાવતી-કાદીરી સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ 2025 માં આવેલા વિદ્યાર્થીઓ માટે કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટિસ્ટ્રી, કર્ણાવતી યુનિવર્સિટી અંતર્ગત તેમનું સ્વાગત કરી રોપાઓનું વાવેતર કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. એન.એસ.એસના સ્વયંસેવકો દ્વારા 600 રોપાઓનું રોપણ કરવામાં આવ્યું હતું. ગત વર્ષે પણ 1200 રોપાનું વાવેતર કરી ગુજરાતને હરિયાળું બનાવવા માટે એન.એસ.એસના સ્વયંસેવકોએ સંકલ્પ કરી ઉછેર કર્યો હતો. કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટિસ્ટ્રીના ડો.વિષ્ણુ દેસાઈ ઇન્ટરનેશનલ એક્સચેન્જ પ્રોગ્રામના કોઓર્ડીનેટરે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. કર્ણાવતી યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. તારીક અલી સૈયદના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં એન.એસ.એસના કો-ઓર્ડીનેટર અંજલિ પટેલ દ્વારા કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે એન.એસ.એસ.ના સ્વયંસેવકોમાં તરલ દેસાઈ, ધ્રુવિલ પટેલ, નિધિ કાજાવદરા, પ્રથમ ભટ્ટ, લોકેશ ફેગડે, રીવા વાલા, વંશીકા પાટીલ, કુશલ શાહે આથાગ પ્રયત્નો કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande