પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.)પાટણ અને હારીજથી આત્મહત્યાના બે અલગ બનાવો સામે આવ્યા છે, જેમાં પાટણમાં 43 વર્ષીય યુવક અને હારીજમાં 65 વર્ષીય વૃદ્ધે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે.
પાટણના ઈન્દ્રપ્રસ્થ સોસાયટી, લીલીવાડી ચાર રસ્તા ખાતે રહેતા બકુલભાઈ ઉર્ફે રવિન્દ્રભાઈ ડોડીયા (ઉંમર 43)એ અજાણ્યા કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેમના મોટા ભાઈ વિજયભાઈ હરગોવનભાઈ ડોડીયાએ આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે બી.એન.એસ.એસ. કલમ 194 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બીજીતરફ, મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના બેચર ગામના 65 વર્ષીય સુખાભાઈ સાદુરભાઈ ભરવાડે હારીજના ભરવાડ વાસમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેમના ભાઈ વિષ્ણુભાઈ ગોકળભાઈ ભરવાડે હારીજ પોલીસ મથકે જાણ કરતા પોલીસએ પણ કલમ 194 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને ઘટનામાં આત્મહત્યાના કારણે હાલ અજ્ઞાત છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર