ઊંઝાની વિદ્યાર્થિનીઓનો, કરાટે સ્પર્ધામાં ઉલ્લેખનીય વિજય
મહેસાણા, 6 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાની જી.એમ. કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ SGFI જિલ્લા સ્તરે કરાટે સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને કુલ 15 મેડલ જીતી શાળાનું અને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું. પાંચોટ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં U-14
ઊંઝાની વિદ્યાર્થિનીઓનો કરાટે સ્પર્ધામાં ઉલ્લેખનીય વિજય


ઊંઝાની વિદ્યાર્થિનીઓનો કરાટે સ્પર્ધામાં ઉલ્લેખનીય વિજય


મહેસાણા, 6 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાની જી.એમ. કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ SGFI જિલ્લા સ્તરે કરાટે સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને કુલ 15 મેડલ જીતી શાળાનું અને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું.

પાંચોટ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં U-14, U-17 અને U-19 કેટેગરી હેઠળ છોકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

U-14માં માર્ગી અને વૈવિકાએ ગોલ્ડ મેડલ, મિહિકા, પહલ, હિરે અને સિદ્ધીએ સિલ્વર, તેમજ શ્યામા અને કૃષ્ણાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા.

U-17માં નિર્જા, ક્રિશા અને અન્વીએ ગોલ્ડ જીત્યા.

U-19માં મન્વી, ફેની અને નવ્યાએ ગોલ્ડ, જ્યારે વૈષ્ણવીએ સિલ્વર મેડલ મેળવ્યો.

વિદ્યાર્થીઓની આ સફળતામાં વ્યાયામ શિક્ષક મહેન્દ્રભાઈ ગોસ્વામી અને કરાટે કોચ બરતભાઈ પ્રજાપતિની મહેનત મહત્વપૂર્ણ રહી.

શાળાના આચાર્યા શ્રીમતી રાજશ્રીબેન પટેલે દરેક વિજેતાને અભિનંદન પાઠવતાં કહ્યું કે, આ દીકરીઓએ ઊંઝા સહિત, આખા મહેસાણા જિલ્લાનું નામ ઉજળું કર્યું છે. તેમનું પ્રદર્શન બીજી છોકરીઓ માટે પ્રેરણા બની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande