(અપડેટ) પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી ધામી પાસેથી, ધરાલી દુર્ઘટનામાં રાહત કાર્ય અંગે પૂછપરછ કરી, મદદની ખાતરી આપી
દેહરાદૂન, નવી દિલ્હી, 06 ઓગસ્ટ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, બુધવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી અને ઉત્તરાખંડ જિલ્લાના ધરાલી વિસ્તારમાં તાજેતરની કુદરતી આફત અને રાહત અને બચાવ કામગીરી
લસદ


દેહરાદૂન, નવી દિલ્હી, 06 ઓગસ્ટ (હિ.સ.)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, બુધવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી

સાથે ફોન પર વાત કરી અને ઉત્તરાખંડ જિલ્લાના ધરાલી વિસ્તારમાં તાજેતરની કુદરતી

આફત અને રાહત અને બચાવ કામગીરી વિશે પૂછપરછ કરી. પ્રધાનમંત્રીએ, કેન્દ્ર સરકાર

તરફથી શક્ય તમામ સહાયની ખાતરી આપી છે.

મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને જણાવ્યું કે,” રાજ્ય સરકાર

સંપૂર્ણ તૈયારી સાથે રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે. સતત ભારે વરસાદને

કારણે કેટલાક વિસ્તારોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ તમામ સંબંધિત

એજન્સીઓ સંકલનમાં કામ કરી રહી છે.”

મુખ્યમંત્રી ધામી, ધરાલી બજાર, હર્ષિલ અને

આસપાસના વિસ્તારોમાં આપત્તિથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા માટે સહસ્ત્રધારા

હેલિપેડથી રવાના થયા છે. તેઓ ધરાલી બજાર, હર્ષિલ અને આસપાસના વિસ્તારોમાં આપત્તિથી થયેલા નુકસાનનું

નિરીક્ષણ કરશે અને ઉત્તરકાશીમાં કેમ્પ/આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ

કામગીરીની સમીક્ષા કરશે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે બપોરે ઉત્તરાખંડના ઉત્તરકાશી

જિલ્લાના ધરાલી ગામમાં, વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. ખીરગંગા નદીમાં પૂર

આવ્યું હતું. આ દુર્ઘટનામાં, અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગુમ થયાના

અહેવાલ છે. બુધવારે સવારથી જ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સેના, એનડીઆરએફ, એસડીઆરએફ અને

અન્ય એજન્સીઓ યુદ્ધના ધોરણે રાહત કાર્યમાં રોકાયેલા છે.

હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande