ચંદ્રુમાણામાં રામદેવપીરના પાટમાં ભક્તિમય માહોલ
પાટણ, 19 મે (હિ.સ.) પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા શ્રી રામદેવપીર ધૂણા ખાતે જેઠ સુદ બીજ નિમિત્તે રામદેવપીરના પાટનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ કુણઘેર સહિત આસપાસના વિસ્તારોના ભક્તો હાજર રહ્યા હતા. આ
ચંદ્રુમાણામાં રામદેવપીરના પાટમાં ભક્તિમય માહોલ


પાટણ, 19 મે (હિ.સ.) પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા શ્રી રામદેવપીર ધૂણા ખાતે જેઠ સુદ બીજ નિમિત્તે રામદેવપીરના પાટનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ કુણઘેર સહિત આસપાસના વિસ્તારોના ભક્તો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ધૂણાના મહેન્દ્રભાઈ વ્યાસે સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ સંત લાલદાસ બાપુ ઉર્ફે લાલ ગેબી મહારાજના જીવનચરિત્ર અને તેમના પ્રદાન અંગે રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, સંત લાલદાસ બાપુએ ગુજરાતભરમાં રામદેવપીરની ભક્તિધારાને પ્રસરાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન નિરંજનભાઈ દવે, વિષ્ણુભાઈ યોગી અને બળવંતસિંહ પરમારે ભક્તિ સંગીતથી માહોલ ભક્તિમય બનાવ્યો હતો. બાળ બેન્જોવાદક ચિરાગ દેવીપૂજક સહિતના કલાકારોએ પણ સંગીતની રમઝટ બોલાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande