
સોમનાથ,19 મે (હિ.સ.) હાલના સમયમાં જાહેર જનતાના કિંમતી સર સામાન, દરદાગીના કે ડોકયુમેન્ટ ગુમ થવાના કે પડી જવાના અથવા ખોવાઇ જવાના બનાવો અન્વયે જરૂરી કાર્યવાહી કરી અરજદારોને તેમના કિંમતી સર સામાન, દરદાગીના કે ડોકયુમેન્ટ શોધી કાઢી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત અપાવવા બાબતે સુચના થઇ આવેલ હોય જે અન્વયે,
વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં અરજદાર અનસુયાબેન કિશોરચંદ્ર જોષી વેરાવળ હરસિધ્ધી સોસાયટી વાળાના ગઇ 13 મે ના પહેલા કોઇ પણ સમયે પોતાના રહેણાંક મકાનેથી કબાટમા રહેલ સોના ચાંદીના દાગીના જેમાં સોનાનો હાર નંગ-1 , સોનાનો ચેન નંગ-1 , સોનાની બુટ્ટી નંગ-2 , સોનાની બુટ્ટી નંગ-2 , સોનાની મોટી વિંટી નંગ-1 સોનાની નાની વીંટી નંગ-1 સોનાની આછી વીંટી નંગ-1 સોનાના પાટલા નંગ-2 ચાંદીની નાની વાટકી ચાંદીના નાના તથા મોટા સિક્કા નંગ-5 તથા રોકડા રૂપીયા 14448 ગુમ થયેલ કે ખોવાય ગયેલ હોય જે બનાવની ગંભીરતા લઇ એલ.સી.બી. ની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્શીસ તથા ટેકનીકલ સોર્સિસ આધારે તાત્કાલીક તપાસ તજવીજ કરી અરજદારના ગુમ થયેલ કે ખોવાઇ ગયેલ ઉપરોકત સોના-ચાંદીના દર દાગીના શોધી કાઢી અરજદારને પરત સોંપી આપી તેરા તુજકો અર્પણ કાર્યક્રમને સાર્થક કરેલ છે. જે અન્વયે અરજદારે પોલીસ અધિક્ષનાઓનો તથા એલ.સી.બી. ગીર સોમનાથ પોલીસનો આભાર માનેલ અને પોલીસની પ્રજાલક્ષી કામગીરીની પ્રસંશા કરેલ
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ