
સુરત, 20 મે (હિ.સ.): સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત નાઓની સૂચના બાદ એસઓજી એક્શન મોડ આવી છે અને અલગ અલગ ટીમો બનાવીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવી હતી.આ ચેકીંગ દરમ્યાન એસઓજી દ્વારા ચપ્પુ,રેમ્બો,છરો,ખંજર,તલવાર જેવા ઘાતક હથિયારો લઈને ફરતા તેમજ તડીપાર સહીત 70થી વધુ ઈસમોને ઝડપી પાડયા હતા.
એસઓજી દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી જળવાઈ રહે તે માટે ગેરકાયદેસર હથીયારોનુ વહન અને અસામાજીક તત્વોની પ્રવૃતિઓ ઉપર અસકારક નિયંત્રણ સ્થાપિત કરી ભયનું વાતાવરણ ઉભુ કરી અરાજકતા ફેલાવતા હોય તેવા ઇસમોને હથિયાર બંધીના જાહેરનામાની સખ્ત અમલવારી કરાવી કાયદાનું ભાન કરાવવા “ઓપરેશન કોમ્બીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.એસઓજી દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સ્પેશ્યલ કોમ્બીંગ હાથ ધરવામાં આવી હતી.ટીમો દ્વારા શહેરના લિંબાયત, ઉધના, ચોકબજાર, અઠવા, ભેસ્તાન,પુણા, મહિધરપુરા, ગોડાદરા, રાંદેર, સલબાતપુરા વિગેરે હદ્દ વિસ્તારમાં આસ્મીક ચેકીંગ કરવામાં આવી હતી.ચેકીંગમાં શંકાસ્પદ ઇસમો, અગાઉ ગુનાઓમાં પકડાઈ ચુકેલ ગુનેગારોને ચેક કરવામાં આવ્યા હતા અને ચપ્પુ, રેમ્બો છરો, ખંજર, તલવાર વિગેરે જેવા ઘાતક હથિયારો સાથે કુલ્લે-72 આરોપીઓને ઝડપી પાડી તેમના વિરૂધ્ધમાં હથિયાર બંધીના જાહેરનામાં ભંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. એટલુંજ નહીં પકડાયેલા આરોપીઓ અગાઉ હત્યા,હત્યાની કોશિશ, મોબાઈલ સ્નેચીંગ, ચોરી, મારામારી, લુંટ, હથીયાર, ડ્રગ્સ, ગુજસીટોક જેવા ગુનાઓમાં પકડાઈ ચુક્યા છે.પોલીસે તમામ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે