
ભાવનગર, 20 મે (હિ.સ.)ભાવનગર કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર ડૉ. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી.બેઠકમાં કલેકટરે ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવાની સાથે હર ઘર જલ સર્ટિફિકેશન કામગીરી, બાકી ઓડિટ, પાણી વેરો વસુલાત, શાળા અને આંગણવાડીમાં પીવાના પાણીની સુવિધાઓ, પાણી ગુણવત્તા ચકાસણી તેમજ FTK દ્વારા ટેસ્ટિંગ પ્રગતિ અહેવાલ અંગે વિગતવાર સમીક્ષા કરી હતી. ઉપરાંત જિલ્લામાં ઓપરેટરની નિમણૂક, પાણી પુરવઠા સંબંધિત ફરિયાદો તથા તેના નિવારણ તેમજ વાસ્મો અંતર્ગત ચાલી રહેલી વિવિધ યોજનાઓ અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.કલેકટરે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જિલ્લામાં કોઈપણ ગામમાં લોકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે અને પાણી પુરવઠાની વ્યવસ્થા અસરકારક રીતે જળવાઈ રહે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA