
પોરબંદર, 20 મે (હિ.સ.) : પોરબંદર પોલીસ માટે મંગળવારનો દિવસ અમંગળ જેવો રહ્યો હોય તેવા ત્રણ કિસ્સા સામે આવ્યા છે. ઇશ્વરીયા ગામે પોલીસ કર્મી પર કાર ચડવી તેમને જાનથી મારી નાંખવાનો પ્રયાસ થયો હતો હામદપરા ગામે આરોપીને પકડવાનો પ્રયાસ કરતા પોલીસને ત્રણ બચકા ભરી લીધા હતો સાયબર ક્રાઈમની બોલેરો કાર આડે ગાય ઉતરતા ડિવાઈડર સાથે અથડાય હતી, જેમા પોલીસ કર્મીઓનો બચાવ થયો હતો.પોરબંદરના ઈશ્વરીયા ગામે પોલીસ કર્મી અશોક હિરાભાઈ જાડેજા અને અશ્વિનભાઈ વેજાભાઈ વરૂ ફરજ પર હતા તે દરમ્યાન કાર રજીનં-GJ-06-PC-0848 નો ચાલક વિજય મગનભાઈ વિંઝુડાને કાર ધીમી કરવા ઈશારો કરતા પોલીસ હોવાની જાણ થતા આરોપીએ ભાગવાના ઈરાદે પોતાની કાર ફુલ સ્પીડથી ચલાવી અને બંને પોલીસ કર્મીને કાર ચડવી અને જાનથી મારી નાંખવાનો પ્રયાસ કરી ફરજમાં રૂકાવાટ કરી હોવાની ફરીયાદ કુતિયાણા પોલીસ સ્ટેશનમા નોંધાઈ છે.
આ બનાવના આરોપીને ઝડપી લેવા માટે પોલીસ હામદપરા ગામે વોચમા હતી તે દરમ્યાન કુતિયાણાના પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર જગતસિંહ ઝાલાએ આરોપી વિજય મગનભાઈ વિંઝુડાને પકડવાનો પ્રયાસ કરતા આરોપીએ પોલીસ કર્મીને ખંભાના ભાગે બચકા ભરી લીધા હતા તેમની ઝડતી લેતા તેમના કબ્જમાંથી છરી મળી આવી હતી. આરોપી સામે ફરજમાં રૂકાવટની ફરીયાદ નોંધવામા આવી છે.
અન્ય એક બનાવામા સાયબર ક્રાઈમના પીએસઆઈ વી આર ચાવડા એ ઉદ્યોગનગર પોલીસમા એવુ જાહેર કર્યું છે કે સરકારી બોલેરોના ડ્રાઈવર આઉટસોર્સના કર્મચારી મહશેભાઈ ગીજુભાઈ સોલંકી હોય અને પેટ્રોલીગ દરમ્યાન ત્રણ માઈલ નજીક રજવાડી હોટલ પાસે અચાનક કાર આડે ગાય ઉતરતા તેમણે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક સાથે અથડાયા બાદ ડિવાઈડર સાથે અથડાય હતી આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya