ભારત ટેક્સ મોબાઈલ એપ લોન્ચ, એઆઈ આસિસ્ટન્ટ અને ડિજિટલ સુવિધાઓ મળશે
નવી દિલ્હી, 20 મે (હિ.સ.). કેન્દ્ર સરકારે ''ભારત ટેક્સ'' પ્રદર્શનીમાં સહભાગીઓને ડિજિટલ સુવિધાઓ સાથે સરળ અનુભવ આપવા માટે ભારત ટેક્સ 2026 મોબાઈલ એપ લોન્ચ કરી. આ એપ પ્રદર્શનીની માહિતી, બેઠકો નક્કી કરવા, ડિજિટલ ઓળખપત્ર, સંપર્ક વિગતોનો સંગ્રહ અને એઆઈ-
કેન્દ્રીય કાપડ મંત્રાલયના સચિવ નીલમ શમી રાવે, ભારત ટેક્સ એપ લોન્ચ કરી


નવી દિલ્હી, 20 મે (હિ.સ.). કેન્દ્ર સરકારે 'ભારત ટેક્સ' પ્રદર્શનીમાં સહભાગીઓને ડિજિટલ સુવિધાઓ સાથે સરળ અનુભવ આપવા માટે ભારત ટેક્સ 2026 મોબાઈલ એપ લોન્ચ કરી. આ એપ પ્રદર્શનીની માહિતી, બેઠકો નક્કી કરવા, ડિજિટલ ઓળખપત્ર, સંપર્ક વિગતોનો સંગ્રહ અને એઆઈ-સહાય જેવી સુવિધાઓ પૂરી પાડશે.

કેન્દ્રીય કાપડ મંત્રાલયના સચિવ નીલમ શમી રાવે, આ એપને બુધવારે અહીં લોન્ચ કરી. તેમણે જણાવ્યું હતું કે, આ એપ સહભાગીઓને પ્રદર્શકોની શોધ કરવા, બેઠકો નક્કી કરવા, સ્થળ પર દિશા-નિર્દેશો મેળવવા, જ્ઞાન સત્રો સુધી પહોંચવા અને રીઅલ-ટાઇમ અપડેટ્સ મેળવવાની સુવિધા આપશે.

મંત્રાલયે જણાવ્યું કે, એપની મુખ્ય વિશેષતા એઆઈ સ્માર્ટ આસિસ્ટન્ટ છે, જે સહભાગીઓને 24x7 સંવાદાત્મક માર્ગદર્શન પૂરું પાડશે. વપરાશકર્તાઓ સરળ ભાષામાં પ્રશ્નો પૂછીને કાર્યક્રમ, સ્થળ, સમયપત્રક અને અન્ય માહિતી મેળવી શકશે. આ ઉપરાંત નેટવર્કિંગ અને બેઠક મોડ્યુલ દ્વારા પ્રદર્શકો અને ખરીદદારો પરસ્પર જોડાઈ શકશે તથા ક્યૂઆર-આધારિત સંપર્ક વિગતો સંગ્રહ કરવાની સુવિધાથી ડિજિટલ ઓળખપત્ર સ્કેન કરીને માહિતી સુરક્ષિત કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, અહીં ભારત મંડપમમાં 14 થી 17 જુલાઈ દરમિયાન યોજાનાર ભારત ટેક્સ 2026 માં 7,000 થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને 1,30,000 થી વધુ વ્યાપારિક મુલાકાતીઓ ભાગ લેશે. આ આયોજનમાં ભારતની સમગ્ર કાપડ મૂલ્ય શૃંખલા પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં ફાઇબર, યાર્ન, કાપડ, વસ્ત્રો, હોમ ટેક્સટાઇલ, ટેકનિકલ ટેક્સટાઇલ, હાથશાળ, હસ્તકલા, સસ્ટેનેબલ ટેક્સટાઇલ અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીનો સમાવેશ થશે.

ભારત ટેક્સ 2026 નું આયોજન ભારત ટેક્સ વેપાર સંગઠન દ્વારા કરવામાં આવશે, જેમાં 11 કાપડ નિકાસ પ્રોત્સાહન પરિષદો અને ઉદ્યોગ સંગઠનો સામેલ છે. આ આયોજન વડાપ્રધાનના 5 એફ વિઝન 'ફાર્મ ટુ ફાઇબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન' થી પ્રેરિત છે અને તેનો ઉદ્દેશ્ય ભારતને એક વિશ્વસનીય, ટકાઉ અને નવીનતા-આધારિત વૈશ્વિક ટેક્સટાઇલ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવાનો છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande