
પાટણ, 20 મે (હિ.સ.) : ચાણસ્મા કેમિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત રાજ્યવ્યાપી હડતાલમાં નગરના મેડિકલ દુકાનદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. કુલ 11માંથી 10 મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા, જેના કારણે દવાઓની દુકાનો પર અસર જોવા મળી હતી. આ હડતાલની મુખ્ય માંગણીઓમાં દવાઓના ઓનલાઇન વેચાણ પર પ્રતિબંધ મૂકવો, નકલી દવાઓના વેચાણને રોકવું અને કોર્પોરેટ કંપનીઓ દ્વારા આપવામાં આવતા ઊંચા કમિશનને રદ કરવાનો સમાવેશ થાય છે.
કેમિસ્ટ એસોસિએશન
દ્વારા દેશવ્યાપી બંધના આહ્વાનના ભાગરૂપે ચાણસ્માના દુકાનદારો પણ હડતાલમાં જોડાયા
હતા. એસોસિએશન મુજબ આ હડતાલથી તેમની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ
કરવામાં આવી રહ્યો છે. ઓનલાઈન દવાઓના વેચાણ (E-Pharmacy) અને કોર્પોરેટ કંપનીઓના વધતા દખલના
વિરોધમાં આંદોલનના ભાગરૂપે જિલ્લામાં મેડિકલ સ્ટોર્સ સજ્જડ
બંધ રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ