ધરમપુરના બરૂમાળેથી ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
વલસાડ, 20 મે (હિ.સ.) : વલસાડ જિલ્લા એસ.ઓ.જી. ટીમે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ચાલી રહેલી ખાસ ડ્રાઇવ દરમિયાન ધરમપુર તાલુકાના બરૂમાળ ગામેથી ગાંજાના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ.૫૩,૬૦૦નો મુદ્દામાલ કબ્
ધરમપુર બરૂમાળ ગામેથી ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપી સાથે એસ.ઓ.જી. વલસાડની ટીમ.


વલસાડ, 20 મે (હિ.સ.) : વલસાડ જિલ્લા એસ.ઓ.જી. ટીમે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ચાલી રહેલી ખાસ ડ્રાઇવ દરમિયાન ધરમપુર તાલુકાના બરૂમાળ ગામેથી ગાંજાના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ.૫૩,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

માહિતી મુજબ સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહના માર્ગદર્શન તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના નિર્દેશ અનુસાર જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર વિરૂદ્ધ વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. તે અંતર્ગત એસ.ઓ.જી. વલસાડના પી.આઈ. ડી.ડી. પરમારની ટીમ બરૂમાળ ગામ ખાતે મહિલા દુધ ઉત્પાદક મંડળી સામે વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી સી.બી.ઝેડ મોટરસાયકલને અટકાવી તપાસ કરતા સ્ટેરીંગ પાસે રાખેલી થેલીમાંથી ૦.૪૭૨ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી નિકુંજભાઈ રસીકભાઈ ગરાસીયા (ઉ.વ.૨૪), રહે. શેરીમાળ ગામ, ઉપલુ ફળીયું, તા. ધરમપુરને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી રૂ.૨૩,૬૦૦ કિંમતનો ગાંજો, રૂ.૨૫,૦૦૦ની મોટરસાયકલ તથા રૂ.૫,૦૦૦નો મોબાઇલ ફોન મળી કુલ રૂ.૫૩,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી વિરૂદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૦(બી) અને ૨૯ મુજબ ધરમપુર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

--------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande