
પોરબંદર, 20 મે (હિ.સ.) : પોરબંદરના જાવર ગામે જુગાર રમી રહેલ ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને રૂપિયા 12,250 ની રોકડ સાથે હાર્બર મરીન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોરબંદરના હાર્બર મરિન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન જાવર ગામે મીઠાના અગર પાસે બાવળની કાંટમાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ભીખુ જેસાભાઈ વેજા, રમેશ ડાયાભાઈ સોલંકી, જશોદાબેન વેજાભાઈ વાજા, જયશ્રીબેન નાગાભાઇ ડાકી અને વનીતાબેન વિરમભાઇ વાજાને રોકડ રકમ રૂ. 12250 સાથે ઝડપી હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલિસે કડક કાર્યવાહી સતત ચાલુ રાખી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya