પાટણમાં ગાયો છોડાવવાના કેસમાં ચાર આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં
પાટણ, 20 મે (હિ.સ.) : પાટણ શહેરના પાવર હાઉસ નજીક ડેલામાંથી 16 મેના રોજ નગરપાલિકાના ઢોર ડબ્બામાંથી રખડતી ગાયો બળજબરીપૂર્વક છોડાવી જવાના કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે એક દિવસના રિમાન્ડની માંગણી સાથે તેમને પાટણ જ્યુડિશિયલ કોર્ટમાં ર
પાટણમાં ગાયો છોડાવવાના કેસમાં ચાર આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં


પાટણ, 20 મે (હિ.સ.) : પાટણ શહેરના પાવર હાઉસ નજીક ડેલામાંથી 16 મેના રોજ નગરપાલિકાના ઢોર ડબ્બામાંથી રખડતી ગાયો બળજબરીપૂર્વક છોડાવી જવાના કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે એક દિવસના રિમાન્ડની માંગણી સાથે તેમને પાટણ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા, પરંતુ કોર્ટે રિમાન્ડ અરજી નામંજૂર કરીને ચારેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.

આ ઘટનાને લઈને સેનેટરી ઈન્સ્પેક્ટર આસમાન પાલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લાલા, ગોકા, લગધીર અને ઉમંગ નામના આરોપીઓની ધરપકડ કરી હતી. કેસ સેશન્સ ટ્રાયેબલ હોવાથી આરોપીઓ ટૂંક સમયમાં સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરશે.

આરોપીઓએ પોલીસ સમક્ષ જણાવ્યું કે તેઓ પોતાના પશુઓ ચરાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે નગરપાલિકાના કર્મચારીઓએ ગાયો પકડીને ડબ્બામાં પૂરી દીધી હતી.

કર્મચારીઓએ ગેરવર્તન કરતા અને પરિવારનો ગુજરાન આ ગાયો પર નિર્ભર હોવાથી તેઓ આવેશમાં આવી ગયા અને ગાયોને છોડાવી લઈ ગયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande