કેનેડા અને યુકેનાં વર્ક પરમીટ વિઝાનાં નામે 10 લાખની ઠગાઈ
સુરત, 20 મે (હિ.સ.): શહેરનાં પાલ ખાતે વસવાટ કરતાં અને વર્ક પરમીટ વિઝાનું કામકાજ કરતી મહિલા સાથે બે આરોપીઓ દ્વારા કેનેડા અને યુકેનાં વિઝા આપવાના નામે 10.78 લાખની ઠગાઈ કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા પેમેન્ટ લીધા બાદ નકલી વર્ક પરમીટ વિઝા આપી દેતાં ઓનલા
Fraud


સુરત, 20 મે (હિ.સ.): શહેરનાં પાલ ખાતે વસવાટ કરતાં અને વર્ક પરમીટ વિઝાનું કામકાજ કરતી મહિલા સાથે બે આરોપીઓ દ્વારા કેનેડા અને યુકેનાં વિઝા આપવાના નામે 10.78 લાખની ઠગાઈ કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા પેમેન્ટ લીધા બાદ નકલી વર્ક પરમીટ વિઝા આપી દેતાં ઓનલાઈન ઠગાઈનો ભોગ બનનાર મહિલાએ સાઈબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં તપાસ હાથ ધરવામાં આવી છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર પાલ ખાતે રાજ ગેલેક્સીમાં રહેતા મમતાબેન મયુરભાઈ વાઘેલા વર્ક પરમીટનું કામકાજ કરે છે. તેઓએ પોતાનાં 14 ક્લાઈન્ટ્સનાં કેનેડાનાં વર્ક પરમીટનાં વિઝા કરાવવા માટે આરતી શર્મા નામક યુવતીનો સંપર્ક કર્યો હતો. આરતી શર્માએ રજીસ્ટ્રેશન તથા આગળની પ્રોસેસ સહિત એમ્બેસીની ફી પેટે અલગ - અલગ બેંક એકાઉન્ટમાં સાત લાખ રૂપિયા જમા કરાવવા માટે જણાવતાં મમતા વાઘેલાએ આ રકમ જમા કરાવી દીધી હતી. ત્યારબાદ આરતી શર્માએ કેનેડાની અલગ - અલગ કંપનીઓનાં નામે બોગસ એપોઈમેન્ટ લેટર મોકલ્યા બાદ વર્ક પરમીટ વિઝા કરાવી આપવામાં ઠાગાઠૈયા કર્યા હતા. આ રીતે જ એક અન્ય આરોપી સંજય સિંહ ગુર્ષિન્દર સિંહ દ્વારા પણ મમતા વાઘેલા સાથે યુકેનાં વિઝા કરાવવા નામે આર્થિક ઉચાપત કરી હતી. સંજય સિંહ દ્વારા મમતાબેનનાં બે ક્લાઈન્ટનાં યુકે વિઝાનું કામ કરાવી આપવાના બ્હાને 3.76 લાખ રૂપિયા લીધા બાદ ઠગાઈ આચરવામાં આવતાં મમતા વાઘેલા દ્વારા આરતી શર્મા અને સંજય સિંહ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande