
ગીર સોમનાથ, 20 મે (હિ.સ.) : આઈ.ટી.આઈ. ઉમેદપરા (ગીર ગઢડા)ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. સરકારી રોજગાર કચેરી દ્વારા તા. ૨૮ મે ૨૦૨૬ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે સરકારી આઈ.ટી.આઈ. ઉમેદપરા (ગીર ગઢડા)ખાતે રોજગારવાંચ્છું ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં સિલ્વર કન્ઝ્યૂમર ઈલેક્ટ્રીકલ્સ લી. રાજકોટ તેમજ મહાવીર એન્ટપ્રાઇઝ રાજકોટ ઉપસ્થિત રહેશે. જેમાં વિવિધ લાયકાત અને અલગ -અલગ જગ્યાઓ માટે ધો. 10, ધો. 12, આઈ.ટી.આઈ. ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ ભાઈઓ-બહેનો ૧૮ વર્ષ થી ૩૫ વર્ષ સુધીના રોજગારવાંચ્છું ઉમેદવારો માટે ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. રોજગારવાંચ્છું ઉમેદવારો અસલ પ્રમાણપત્રો (માર્કશીટ), બાયોડેટા (Resume) અને આધાર કાર્ડની નકલો સાથે રાખવી જોઇએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ