વડાપ્રધાનના 5 દિવસીય વિદેશ પ્રવાસમાં વેરાવળના ફિશ ઉદ્યોગ અગ્રણી પણ ઉપસ્થિત રહ્યા
- માછલી નિકાસને ઊંચાઈ પર લઈ જવા યુરોપમાં ચર્ચા. ગીર સોમનાથ, 20 મે (હિ.સ.) : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ 5 દેશોના પ્રવાસે છે ત્યારે આપણા દેશના વિવિધ ક્ષેત્રોને આગળ લાવવા માટે તેમની સાથે એક પ્રતિનિધિમંડળ પણ પહોંચ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિ
વિદેશ પ્રવાસમાં વેરાવળના ડિશ ઉદ્યોગ અગ્રણી પણ ઉપસ્થિત રહ્યા


- માછલી નિકાસને ઊંચાઈ પર લઈ જવા યુરોપમાં ચર્ચા.

ગીર સોમનાથ, 20 મે (હિ.સ.) : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ 5 દેશોના પ્રવાસે છે ત્યારે આપણા દેશના વિવિધ ક્ષેત્રોને આગળ લાવવા માટે તેમની સાથે એક પ્રતિનિધિમંડળ પણ પહોંચ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ફિશ એક્સપોર્ટર અગ્રણી અને પાલિકાના પૂર્વ પ્રમુખ જગદીશ ફોફંડી પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનની સાથે તેમણે વેરાવળ શહેર તેમજ ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.16 મે થી 22 મે દરમિયાન યુરોપના મહત્વપૂર્ણ 5 દેશોના રાજકીય અને વેપારિક પ્રવાસ પર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ યુએઈએ, નોર્વે, સ્વીડન, નેધરલેન્ડ અને ઈટલી જેવા દેશોના વડાપ્રધાન તથા ઉદ્યોગપતિ અને નેતાઓ સાથે ભારતના વેપાર, માછીમારી, બ્લૂ ઈકોનોમી, સમુદ્રી નિકાસ, ટેક્નોલોજી, ગ્રીન એનર્જી અને વૈશ્વિક સહકારને વધુ મજબૂત બનાવવા માટે ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ કરી રહ્યા છે.

આ સમગ્ર પ્રવાસનો મુખ્ય હેતુ ભારતને વૈશ્વિક વેપાર અને સમુદ્રી અર્થતંત્રમાં વધુ મજબૂત સ્થાન અપાવવાનો છે. જેમાં ખાસ કરીને સી ફુડ એક્સપોર્ટ, મરીન ઈન્ડસ્ટ્રી અને કોસ્ટલ ઇકોનોમીને નવી ઊંચાઈ આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande