
ગીર સોમનાથ, 20 મે (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં ‘પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય મહા અભિયાન’ અંતર્ગત આદિવાસી અને આદિમજૂથ સમુદાયોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી જાંબુર ખાતે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં જાંબુરના રહેવાસી મજગુલ સૂલેમાન ભાઈએ પણ રેશનકાર્ડ અપડેટની સુવિધાનો લાભ લીધો હતો.
પોતાનો અનુભવ વ્યક્ત કરતા સૂલેમાન ભાઈએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્રની વ્યવસ્થાના કારણે રેશનકાર્ડની કામગીરી હતી એ ઘરઆંગણે જ પૂરી થઈ ગઈ છે. ‘પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય મહા અભિયાન’ અંતર્ગત કેમ્પમાં સરળતાથી અને ઝડપી રેશનકાર્ડની કામગીરી પૂર્ણ થતાં સૂલેમાન ભાઈએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના આદિવાસી પરિવારોને આવાસ, પીવાનું પાણી, રસ્તા, આરોગ્ય અને વીજળી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ