પાટણ જિલ્લામાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ, આરોપી સામે ફરિયાદ
પાટણ, 20 મે (હિ.સ.) : પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગામના જ અભેસંગ કાનજીજી ઠાકોરે 21 વર્ષ અને 9 મહિનાની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. આરોપીએ યુવતીનો વિશ્વાસ જીતી તેની મરજ
લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ, આરોપી સામે ફરિયાદ


પાટણ, 20 મે (હિ.સ.) : પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગામના જ અભેસંગ કાનજીજી ઠાકોરે 21 વર્ષ અને 9 મહિનાની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી.

આરોપીએ યુવતીનો વિશ્વાસ જીતી તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. લાંબા સમયથી યુવતીનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. આ મામલે ભોગ બનનાર યુવતીએ શંખેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અભેસંગ કાનજીજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande