કચ્છની નગરપાલિકાઓમાં ભાજપનું સંગઠન મજબૂત, નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત
કચ્છ, 20 મે (હિ.સ.) : કચ્છની નગરપાલિકાઓમાં ભાજપનું સંગઠન મજબૂત, નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના વિવિધ નગરપાલિકાઓમાં ચૂંટણી બાદ ભાજપ તરફી આવેલા પરિણામોને પગલે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળો અને રાજકીય ચર્ચાઓનો આજ
નગર પાલિકા હોદ્દેદારો


કચ્છ, 20 મે (હિ.સ.) : કચ્છની નગરપાલિકાઓમાં ભાજપનું સંગઠન મજબૂત, નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના વિવિધ નગરપાલિકાઓમાં ચૂંટણી બાદ ભાજપ તરફી આવેલા પરિણામોને પગલે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળો અને રાજકીય ચર્ચાઓનો આજે અંત આવ્યો છે. પક્ષ દ્વારા સત્તાવાર રીતે વિવિધ નગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ અન્ય મહત્વપૂર્ણ હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં નવી ચેતના જોવા મળી રહી છે.

ભુજ નગરપાલિકામાં ભાજપે સંગઠન અને અનુભવોનું સંતુલન સાધતા નવી ટીમ જાહેર કરી છે. શહેરના પ્રમુખ તરીકે શીતલ શાહની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે બિંદિયાબેન ઠક્કરને જવાબદારી સોંપવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે કમલ ગઢવીની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ શાસક પક્ષના નેતા તરીકે ધર્મેશ ગોર અને દંડક તરીકે રૂપલબેન ચાવડાના નામોની જાહેરાત કરવામાં આવતા ભાજપે શહેરના રાજકારણમાં પોતાની મજબૂત પકડ વધુ મજબૂત બનાવી છે.

માંડવી નગરપાલિકામાં પણ નવા હોદ્દેદારોના નામ જાહેર થતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પ્રમુખ પદ માટે વર્ષાબેન જોશીની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે મુકેશ રાબડિયાને સ્થાન મળ્યું છે. વિજય ગઢવીને કારોબારી ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે વિજય ચૌહાણ અને દંડક તરીકે જીગર ધાયાણીની નિમણૂક કરવામાં આવી છે.

નખત્રાણા નગરપાલિકામાં પણ ભાજપે નવી ટીમ સાથે આગળ વધવાનો સંકેત આપ્યો છે. પ્રમુખ તરીકે વસંતભાઈ વાઘેલાને જવાબદારી સોંપવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે દમયંતીબેન ડાયાલાલ સેંઘાણીની પસંદગી કરવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે ચંદનસિંહ આર. રાઠોડની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ શાસક પક્ષના નેતા તરીકે સવિતાબેન દરજી અને દંડક તરીકે જાગૃતિબેન ઠક્કરના નામ જાહેર કરવામાં આવ્યા છે.

મુન્દ્રા-બારોઈ નગરપાલિકામાં પણ હોદ્દેદારોની જાહેરાત બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો હતો. પ્રમુખ તરીકે ભોજરાજભાઈ ગઢવીની પસંદગી કરવામાં આવી છે, જ્યારે આશાબેન સોરઠિયાને ઉપપ્રમુખ પદ સોંપાયું છે. ધમભા ઝાલાને કારોબારી ચેરમેન તરીકે જવાબદારી આપવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે દિલીપભાઈ ગોર અને દંડક તરીકે પ્રકાશભાઈ ઠક્કરની નિમણૂક કરવામાં આવી છે.

અંજાર નગરપાલિકામાં પણ ભાજપે પોતાની નવી ટીમ જાહેર કરી છે. પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન ખાંડેકાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે પરેશ માલસત્તરને સ્થાન મળ્યું છે. કારોબારી ચેરમેન તરીકે પ્રકાશ લોદરીયાની નિમણૂક કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે આશિષ ઉદવાણી અને દંડક તરીકે ગિરીશ પરમારની પસંદગી કરવામાં આવી છે.

નગરપાલિકાઓમાં નવી ટીમોની જાહેરાત બાદ હવે સ્થાનિક વિકાસકાર્યોને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. શહેરોના માળખાકીય વિકાસ, સ્વચ્છતા, પાણી, માર્ગો અને જનસુવિધાઓના પ્રશ્નો પર નવી ટીમ કેવી રીતે કામ કરે છે તેના પર હવે સૌની નજર રહેશે. ભાજપ માટે આ નિયુક્તિઓ માત્ર રાજકીય નહીં પરંતુ આગામી સમયમાં સ્થાનિક સ્તરે સંગઠન મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande