દેશભરમાં મેડિકલ સ્ટોરની હડતાલ, પોરબંદરના 200 જેટલા સ્ટોર્સ બંધ રહ્યા
પોરબંદર, 20 મે (હિ.સ.) : પોરબંદર સહિત દેશભરમાં આજે મેડિકલ સ્ટોર્સ સંચાલકો દ્વારા હડતાળ પાળવામાં આવી હતી. ઓનલાઈન દવા વેચાણ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે અનેક રજૂઆતો છતાં સરકાર દ્વારા યોગ્ય ઉકેલ ન આવતા કેમિસ્ટ એસોસિએશન દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ
પોરબંદરના મેડિકલ સ્ટોરની હડતાલ.


પોરબંદરના મેડિકલ સ્ટોરની હડતાલ.


પોરબંદરના મેડિકલ સ્ટોરની હડતાલ.


પોરબંદરના મેડિકલ સ્ટોરની હડતાલ.


પોરબંદર, 20 મે (હિ.સ.) : પોરબંદર સહિત દેશભરમાં આજે મેડિકલ સ્ટોર્સ સંચાલકો દ્વારા હડતાળ પાળવામાં આવી હતી. ઓનલાઈન દવા વેચાણ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે અનેક રજૂઆતો છતાં સરકાર દ્વારા યોગ્ય ઉકેલ ન આવતા કેમિસ્ટ એસોસિએશન દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ગુજરાતભરમાં અંદાજે 35 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સ આજે બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

પોરબંદરમાં પણ અંદાજે 200 જેટલા મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણ બંધ જોવા મળ્યા હતા. જોકે દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે શહેરમાં માત્ર 5 જેટલા મેડિકલ સ્ટોર્સ ઈમર્જન્સી સેવા માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા.મેડિકલ સ્ટોર્સ સંચાલકોનું કહેવું છે કે ઓનલાઈન દવા વેચાણના કારણે નાના વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે તેમજ દવાઓના નિયમન અને સુરક્ષાને લઈને પણ અનેક પ્રશ્નનો ઉભા થઈ રહ્યા છે. સસ્તુ સરવાળે મોંઘુ હોવાથી સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે આ વિરોધ કાર્યક્રમ યોજાયો હતો.હડતાળના કારણે સામાન્ય નાગરિકોને દવા મેળવવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જોકે ઈમર્જન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવતા ગંભીર દર્દીઓને રાહત મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande