
પોરબંદર, 20 મે (હિ.સ.) : ગાંધીનગર ખાતે મત્સ્યોદ્યોગ મંત્રીના નિવાસ્થાને પોરબંદર મત્સ્ય બંદરના વિવિધ પ્રશ્નો અંગે કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનાં નેતૃત્વમાં પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન પ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, સલાહકાર મેમ્બરની સાથે મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષમાં મત્સ્યોદ્યોગ સચિવ અરૂણકુમાર સોલંકી, મત્સ્યોદ્યોગ કમિશ્નર વિજયકુમાર ખરાડી, મત્સ્યોદ્યોગ વિભાગનાં લગત અધિકારીઓ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડનાં જવાબદાર અધિકારીઓ તેમ ટેકનીકલ અધિકારીઓ સાથે “વર્ક ફોર્મ હોમ” રાઉન્ડ ટેબલ મીટીંગ રાખવામાં આવેલ હતી.
આ મીટીંગમાં મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પોરબંદર મત્સ્ય બંદરનાં વિવિધ પ્રશ્નોને પ્રાથમિકતા આપીને લગત વિભાગના અધિકારીઓને ત્વરિત નિકાલ કરવાની સુચનાઓ આપવામાં આવી હતી. આ મીટીંગમાં પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, સેક્રેટરી રાજુભાઈ બાદરશાહી, જોઈન્ટ સેક્રેટરી દિપકભાઈ લોઢારી, સલાહકાર મેમ્બર કમલેશભાઈ જુંગી ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya