
મહેસાણા, 20 મે (હિ.સ.) : ધોરણ-૧૦ અને ૧૨ પછી વિદ્યાર્થીઓને વિવિધ કારકિર્દી ક્ષેત્રો અંગે માર્ગદર્શન મળે તે હેતુથી ગુજરાત સરકાર હેઠળની માહિતી કમિશનરની કચેરી દ્વારા ‘કારકિર્દી વિશેષાંક-૨૦૨૬’ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તૈયાર કરાયેલા આ વિશેષાંકમાં વિદ્યાર્થીઓ માટે ઉપયોગી અને માર્ગદર્શક માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિશેષાંકમાં નિષ્ણાત લેખકો દ્વારા તૈયાર કરાયેલા ઊંડાણપૂર્વકના લેખો સામેલ કરવામાં આવ્યા છે. જેમાં પરંપરાગત મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્ર ઉપરાંત આજના સમયમાં ઉભરતા નવા કોર્સ, ટેક્નોલોજી આધારિત કારકિર્દી, સરકારી તથા ખાનગી ક્ષેત્રની તકો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિવિધ વ્યવસાયિક ક્ષેત્રો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને યોગ્ય કારકિર્દી પસંદગી કરવામાં સહાયરૂપ બને તેવા આ વિશેષાંકને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને ધોરણ-૧૦ અને ૧૨ના પરિણામો બાદ આગળના અભ્યાસ અને કારકિર્દી અંગે મૂંઝવણ અનુભવનારા વિદ્યાર્થીઓ માટે આ વિશેષાંક ઉપયોગી સાબિત થશે. આ ‘કારકિર્દી વિશેષાંક-૨૦૨૬’ મહેસાણાની જિલ્લા માહિતી કચેરી, રાજમહેલ રોડ ખાતે કચેરી સમય દરમિયાન માત્ર રૂ. ૨૦માં ઉપલબ્ધ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR