મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્રનો નવતર પ્રયોગ, અખાદ્ય તેલમાંથી બનશે બાયોડીઝલ
મહેસાણા, 20 મે (હિ.સ.) : મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પર્યાવરણ સુરક્ષા અને સંસાધનોના પુનઃઉપયોગ માટે ‘વેસ્ટમાંથી બેસ્ટ’નો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. કચેરી હસ્તક લાંબા સમયથી પડેલા અખાદ્ય તેલના જથ્થાનો યોગ્ય નિકાલ કરવા તેને રિસાઈકલ
મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્રનો નવતર પ્રયોગ, અખાદ્ય તેલમાંથી બનશે બાયોડીઝલ


મહેસાણા, 20 મે (હિ.સ.) : મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પર્યાવરણ સુરક્ષા અને સંસાધનોના પુનઃઉપયોગ માટે ‘વેસ્ટમાંથી બેસ્ટ’નો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. કચેરી હસ્તક લાંબા સમયથી પડેલા અખાદ્ય તેલના જથ્થાનો યોગ્ય નિકાલ કરવા તેને રિસાઈકલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કુલ ૧૮૦૧ કિલો અખાદ્ય તેલનો જથ્થો સુરેન્દ્રનગરની સનસાઈન ઇન્ડસ્ટ્રીઝને સોંપવામાં આવ્યો છે. આ તેલમાંથી બાયોડીઝલ તૈયાર કરવામાં આવશે, જેનો ઉપયોગ બળતણ તરીકે થઈ શકશે. આ પહેલથી પર્યાવરણને નુકસાન પહોંચાડતા કચરાનો ઉપયોગી રૂપાંતર શક્ય બનશે.

આ સમગ્ર પ્રક્રિયા દ્વારા સરકારી તિજોરીમાં રૂ. ૪૫,૦૫૦ની આવક પણ થઈ છે. તંત્રનું માનવું છે કે આવા પ્રયોગો દ્વારા પ્રદૂષણ ઘટાડવામાં તેમજ વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રે જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ પર્યાવરણમૈત્રી અભિગમ સાથે આવા નવતર પ્રયાસો કરવામાં આવશે, જેથી નકામી વસ્તુઓનો વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરી પર્યાવરણ સુરક્ષામાં યોગદાન આપી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande