મહેસાણામાં ચોમાસા પૂર્વે તંત્ર સજ્જ, 200 જોખમી હોર્ડિંગ્સ અંગે કાર્યવાહી
મહેસાણા, 20 મે (હિ.સ.) : ચોમાસાની ઋતુ નજીક આવતા સંભવિત અકસ્માતો અને જાનહાનિ અટકાવવા માટે મહેસાણા નગરપાલિકા દ્વારા શહેરના હોર્ડિંગ્સ સામે ખાસ તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરના જાહેર માર્ગો તેમજ ખાનગી મિલકતો પર લગાવવામાં આવેલા અંદાજે ૨૦૦ જેટલ
મહેસાણામાં ચોમાસા પૂર્વે તંત્ર સજ્જ, ૨૦૦ જોખમી હોર્ડિંગ્સ અંગે કાર્યવાહી


મહેસાણા, 20 મે (હિ.સ.) : ચોમાસાની ઋતુ નજીક આવતા સંભવિત અકસ્માતો અને જાનહાનિ અટકાવવા માટે મહેસાણા નગરપાલિકા દ્વારા શહેરના હોર્ડિંગ્સ સામે ખાસ તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરના જાહેર માર્ગો તેમજ ખાનગી મિલકતો પર લગાવવામાં આવેલા અંદાજે ૨૦૦ જેટલા મોટા હોર્ડિંગ્સની ઓળખ કરી સંબંધિત એજન્સીઓને સ્ટ્રક્ચરની મજબૂતી અંગેનો રિપોર્ટ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

નગરપાલિકા દ્વારા તમામ હોર્ડિંગ્સ ધારકોને ‘સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ’ રજૂ કરવા લેખિત નોટિસ પાઠવવામાં આવી છે. તંત્રએ સ્પષ્ટ સૂચના આપી છે કે જો કોઈ હોર્ડિંગ જોખમી હાલતમાં જણાશે તો તેને તાત્કાલિક અસરથી દૂર કરવું પડશે. આ કામગીરી માટે મનપાના ઇજનેરો દ્વારા પ્રાથમિક ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે.

શહેરના અનેક કોમ્પ્લેક્સ અને વ્યાપારી ઇમારતોની છત પર લોખંડના એંગલ તેમજ RCC સ્ટ્રક્ચર ઉપર મોટા હોર્ડિંગ્સ ઉભા કરવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન ભારે પવન અને વાવાઝોડાની સ્થિતિમાં આવા હોર્ડિંગ્સ તૂટી પડવાની શક્યતા રહેતી હોવાથી તંત્ર સતર્ક બન્યું છે. નગરપાલિકાએ નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા આગોતરા પગલાં ભર્યા હોવાનું જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande