ખાદ્ય પુરવઠા વિભાગનો ખાસ કેમ્પ 21 મે થી, રેશનકાર્ડ લાભાર્થીઓને અપીલ
સિલવાસા , 20 મે (હિ.સ.) : સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા દાનહ વિસ્તારમાં રહેતા તમામ રેશનકાર્ડ ધારકો અને સંબંધિત વેપારીઓ માટે વિશેષ ત્રણ દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં લાભાર્થીઓને જ
રેશનકાર્ડ e-KYC, આધાર અપડેટ અને CBDC નોંધણી માટે ખાસ ત્રણ દિવસીય કેમ્પનું આયોજન


સિલવાસા , 20 મે (હિ.સ.) : સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા દાનહ વિસ્તારમાં રહેતા તમામ રેશનકાર્ડ ધારકો અને સંબંધિત વેપારીઓ માટે વિશેષ ત્રણ દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં લાભાર્થીઓને જોડવા, આધાર અને મોબાઇલ અપડેટમાં સહાય, વેપારીઓને સુવિધા તેમજ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) સંબંધિત નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ ખાસ કેમ્પ 21 મેથી 23 મે દરમિયાન સવારે 10:30 થી સાંજે 5:30 વાગ્યા સુધી સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિર પરિસર, ઝંડા ચોક, સિલવાસા ખાતે યોજાશે.

વિભાગે તમામ લાભાર્થીઓને અપીલ કરી છે કે તેઓ રેશનકાર્ડ, આધારકાર્ડ, મોબાઇલ ફોન તેમજ બેંક પાસબુક (જો ઉપલબ્ધ હોય) સાથે કેમ્પ સ્થળે હાજર રહે. સાથે જ નોંધણી અને વેરિફિકેશન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય તે માટે નિર્ધારિત સમયમર્યાદામાં હાજરી આપવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande