કામરેજમાં પ્લોટીંગનાં નામે બે ઈસમ સાથે 18 લાખ રૂપિયાની ઠગાઈ
સુરત, 20 મે (હિ.સ.) : શહેરનાં છેવાડે આવેર કામરેજ ચાર રસ્તા નજીક પ્લોટીંગનાં નામે રોકાણકારો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ દુકાન બંધ કરીને નાસી છુટેલ શ્રી ગણેશ રો હાઉસનાં ડેવલપર્સ વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. નાના વરાછા ખાતે 20 વર્ષ
કામરેજમાં પ્લોટીંગનાં નામે બે ઈસમ સાથે 18 લાખ રૂપિયાની ઠગાઈ


સુરત, 20 મે (હિ.સ.) : શહેરનાં છેવાડે આવેર કામરેજ ચાર રસ્તા નજીક પ્લોટીંગનાં નામે રોકાણકારો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ દુકાન બંધ કરીને નાસી છુટેલ શ્રી ગણેશ રો હાઉસનાં ડેવલપર્સ વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. નાના વરાછા ખાતે 20 વર્ષ પહેલાં ઓફિસ શરૂ કરીને પ્લોટિંગના નામે ઠગાઈ કરનાર ત્રણ ભાગીદારોની લલચામણી વાતોમાં આવીને લાખો રૂપિયાનું રોકાણ કરનારાઓએ હવે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર યોગી ચોક ખાતે આવેલ આમ્રકુંજ સોસાયટીમાં રહેતા હરજી નરસિંહ વાઘાણી અને સરથાણા જકાતનાકા પાસે રહેતા મનજી ઉર્ફે મનસુખ આંબાભાઈ માંડાણી તથા મોટા વરાછા ખઆતે રહેતા ધીરૂ હીરજીભાઈ કુકડીયાએ 2005માં કામરેજ ચાર રસ્તા નજીક બ્લોક નં. / સર્વે નં 108 મોજે નવાગામમાં શ્રી ગણેશ રો હાઉસના નામે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેમાં રોકાણકારો પાસેથી રૂપિયા લઈને પ્લોટીંગનું વેચાણ કરવામાં આવતું હતું. આ ત્રણેય ભાગીદારોએ નાના વરાછા ખાતે સાનિધ્ય બિલ્ડીંગમાં ઓફિસ પણ શરૂ કરી હતી અને રોકાણકારો પાસેથી રૂપિયા લઈને પ્લોટીંગની ફાળવણી માટે લોભામણી સ્કીમો મુકી હતી. આ દરમિયાન પુણા ગામ ખાતે માતૃશક્તિ સોસાયટીમાં રહેતા અને ખેતીવાડીનું કામ કરતાં 65 વર્ષીય જેરામ ડાહ્યાભાઈ માંગુકીયા અને પ્રતાપ જેસીંગ પરમારે પણ આ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હતું. જે પૈકી જેરામ માંગુકીયાએ 4.20 લાખ રૂપિયા તથા પ્રતાપ પરમારે 14.18 લાખ રૂપિયાનું રોકાણ કરીને પ્લોટ બુક કરાવ્યા હતા. જો કે, વર્ષો થઈ જવા છતાં આરોપીઓ દ્વારા પ્લોટનાં કોઈ દસ્તાવેજ કરી આપ્યા ન હતા. જેને પગલે ઠગાઈનો ભોગ બનેલા બંને ફરિયાદી દ્વારા રૂપિયા પરત માંગવામાં આવ્યા હતા. જો કે, શ્રી ગણેશ રો હાઉસનાં નામે પ્રોજેક્ટ શરૂ કરનારા આરોપીઓએ રૂપિયા પણ પરત આપવાનો ધરાર ઈન્કાર કરી દેતાં અંતે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande