શુભેન્દુ અધિકારીના અંગત સહયોગીની હત્યાના કેસમાં 5મો આરોપી ધરપકડ કરાયો, વારાણસીથી ઝડપાયો
કોલકતા, નવી દિલ્હી, 20 મે (હિ.સ.). પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના અંગત મદદનીશ ચંદ્રનાથ રથની હત્યાના કેસમાં કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (સીબીઆઈ) એ વારાણસીથી વધુ એક આરોપીની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. ચંદ્રનાથ રથની હત્યા સાથે જોડાયેલ
શુભેન્દુ અધિકારી અને ચંદ્રનાથ રથ


કોલકતા, નવી દિલ્હી, 20 મે (હિ.સ.). પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના અંગત મદદનીશ ચંદ્રનાથ રથની હત્યાના કેસમાં કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (સીબીઆઈ) એ વારાણસીથી વધુ એક આરોપીની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. ચંદ્રનાથ રથની હત્યા સાથે જોડાયેલા કેસમાં આ 5મી ધરપકડ છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ વિનય રાય ઉર્ફે પપમ રાય તરીકે થઈ છે, જેને મંગળવારે રાત્રે હિરાસતમાં લેવામાં આવ્યો હતો. તે મૂળ ગાઝીપુર જિલ્લાના જમાની વિસ્તારનો રહેવાસી છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી વારાણસીમાં રહીને પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતો હતો.

સીબીઆઈએ આરોપીને વારાણસીની સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને તેને વધુ પૂછપરછ માટે કોલકાતા લાવવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગુપ્ત ઇનપુટ અને પુરાવાઓના આધારે આરોપીને રિઝર્વ પોલીસ લાઇન્સ વિસ્તારમાંથી હિરાસતમાં લેવામાં આવ્યો હતો.

એજન્સીએ ધરપકડ સંબંધિત તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરી હતી, જેમાં કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવો અને મેડિકલ તપાસ સામેલ છે. ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસ પશ્ચિમ બંગાળ પોલીસ પાસેથી સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. કેન્દ્રીય એજન્સીએ હત્યા અને ગુનાહિત કાવતરા સહિત અનેક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

આ પહેલા આરોપીઓ મયંક રાજ મિશ્રા અને વિક્કી મૌર્ય (બક્સર, બિહાર) તેમજ રાજ સિંહ (બલિયા, ઉત્તર પ્રદેશ) ની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ તમામ કથિત રીતે સોપારી કિલર છે. મંગળવારે જ સીબીઆઈએ અન્ય એક આરોપી રાજ કુમાર સિંહની મુઝફ્ફરનગરથી ધરપકડ કરી છે. તેના પરિવારે દાવો કર્યો છે કે, તેમને તેની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કે સહ-આરોપીઓ સાથેના સંબંધો વિશે કોઈ માહિતી નથી.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande