ચંબા-આરાકોટ માર્ગ પર હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, તમામ મુસાફરો સુરક્ષિત
નવી ટિહરી, નવી દિલ્હી, 20 મે (હિ. સ.). ચંબા-આરાકોટ માર્ગ પર સત્યો-સકલાના વિસ્તારના નવાગામમાં બુધવારે સવારે એક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. ટ્રાન્સ ભારત એવિએશન કંપનીનું આ હેલિકોપ્ટર બદ્રીનાથ ધામથી દેહરાદૂન પરત ફરી રહ્યું હતું. એવ
હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ


નવી ટિહરી, નવી દિલ્હી, 20 મે (હિ. સ.). ચંબા-આરાકોટ માર્ગ પર સત્યો-સકલાના વિસ્તારના નવાગામમાં બુધવારે સવારે એક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. ટ્રાન્સ ભારત એવિએશન કંપનીનું આ હેલિકોપ્ટર બદ્રીનાથ ધામથી દેહરાદૂન પરત ફરી રહ્યું હતું.

એવું જણાવાયું છે કે, ઉડાન દરમિયાન ટેકનિકલ સમસ્યા સર્જાતાં પાયલોટે સમજદારી દાખવીને હેલિકોપ્ટરને ખેતરોમાં સુરક્ષિત રીતે ઉતારી લીધું. હેલિકોપ્ટરમાં પાયલોટ સહિત કુલ 6 લોકો સવાર હતા અને તમામ સુરક્ષિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

માહિતી અનુસાર, ઉડાન દરમિયાન હેલિકોપ્ટર હાઈ-ટેન્શન વીજ લાઇનના સંપર્કમાં આવી ગયું હતું, જેના કારણે તેના પાછળના ભાગને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની માહિતી મળતા જ પોલીસ, વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તેમજ સુરક્ષા કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના કારણોની વિગતવાર તપાસ ટેકનિકલ અને એવિએશન એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર પાંડેય / સુનિલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande