કેદારનાથ યાત્રા માર્ગ પર ભૂસ્ખલન, રાતભર બચાવ કામગીરી ચાલી, શ્રદ્ધાળુઓ સુરક્ષિત
કેદારનાથ, નવી દિલ્હી, 20 મે (હિ. સ.) કેદારનાથ મંદિર યાત્રા માર્ગ પર મંગળવાર રાત્રે થયેલા ભારે વરસાદ બાદ સોનપ્રયાગ-ગૌરીકુંડ માર્ગ પર ત્રણ સ્થળોએ ભૂસ્ખલન થવાને કારણે યાત્રા પ્રભાવિત થઈ હતી. જો કે, જિલ્લા વહીવટીતંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસની તત
ભૂસ્ખલન પ્રભાવિત લોકોનું રેસ્ક્યુ કરતા કર્મીઓ


કેદારનાથ, નવી દિલ્હી, 20 મે (હિ. સ.) કેદારનાથ મંદિર યાત્રા માર્ગ પર મંગળવાર રાત્રે થયેલા ભારે વરસાદ બાદ સોનપ્રયાગ-ગૌરીકુંડ માર્ગ પર ત્રણ સ્થળોએ ભૂસ્ખલન થવાને કારણે યાત્રા પ્રભાવિત થઈ હતી. જો કે, જિલ્લા વહીવટીતંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસની તત્પરતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને હજારો શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા હતા.

વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, 19 મે સુધીમાં 6.94 લાખ થી વધુ શ્રદ્ધાળુઓ બાબા કેદારના દર્શન કરી ચૂક્યા છે. રાત્રે ભારે વરસાદને કારણે માર્ગ પર કાટમાળ આવી જવાથી અવરજવર ખોરવાઈ ગઈ હતી. માહિતી મળતાં જ જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ મિશ્રાએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પરિસ્થિતિની દેખરેખ શરૂ કરી અધિકારીઓને રાહત કાર્ય ઝડપી બનાવવાની સૂચના આપી હતી.

રાહત ટીમોએ પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે લગભગ 30 મિનીટ માં પગપાળા માર્ગને આંશિક રીતે ફરી શરૂ કરી દીધો હતો. ત્યારબાદ રાતભર અભિયાન ચલાવીને યાત્રિકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા હતા. વહીવટીતંત્રે યાત્રિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સતત દેખરેખ અને રાહત કાર્ય ચાલુ રાખ્યું હતું. બાદમાં જેસીબીની મદદથી કાટમાળ હટાવીને માર્ગ ફરીથી ખોલી દેવામાં આવ્યો હતો. વહીવટીતંત્રે જણાવ્યું છે કે યાત્રા હાલમાં નિયંત્રિત રીતે ચલાવવામાં આવી રહી છે અને હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર પાંડે / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande