
બોટાદ, 20 મે (હિ.સ.) : બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામમાં સ્વચ્છતા અને આરોગ્યને પ્રાથમિકતા આપતા ગ્રામ પંચાયત દ્વારા મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ઉગામેડી ગ્રામ પંચાયત કચેરી દ્વારા ગામમાં સામુહિક શૌચાલયનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.
ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધે અને લોકોને સુવિધાજનક સ્વચ્છતા સેવાઓ ઉપલબ્ધ બને તે હેતુસર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. તે અંતર્ગત ઉગામેડી ગામમાં બનાવવામાં આવેલ આ સામુહિક શૌચાલય ગામલોકો માટે ઉપયોગી સાબિત થશે. ખાસ કરીને જાહેર સ્થળોએ સ્વચ્છતા જળવાઈ રહે તેમજ મહિલાઓ, વૃદ્ધો અને મુસાફરોને સરળતા રહે તે માટે આ સુવિધા લાભદાયી બનશે.
ગ્રામ પંચાયતના આગેવાનો અને સ્થાનિક લોકોના સહકારથી આ કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગામમાં સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂતી મળે અને ખુલ્લામાં શૌચ જવાની પ્રથામાં ઘટાડો થાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
સ્થાનિક ગ્રામજનોએ પણ પંચાયતની આ કામગીરીને આવકારી હતી અને જણાવ્યું હતું કે આવી સુવિધાઓથી ગામનું સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ જળવાઈ રહેશે. સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જવાબદારીની ભાવના વિકસે અને ગામ વિકાસના માર્ગે આગળ વધે તે માટે ગ્રામ પંચાયત સતત કાર્યરત હોવાનું પણ જણાવાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA