પોરબંદર જીલ્લાના મિયાણી થી બ્રહ્માણીના દરિયા કિનારે સંઘન પેટ્રોલિંગ
પોરબંદર, 20 મે (હિ.સ.) : સામાન્ય પરિસ્થિતિ દરમિયાન જો પુરતી તકેદારી રાખવામાં આવેતો આંતકવાદી ઘટના જેવા કટોકટીપુર્ણ સમયમાંથી પસાર થવું પડતુ નથી. તેમજ આંતકવાદી ઘટના બાદના તનાવપુર્ણ સમયગાળામાંથી પસાર થવું પડતું નથી. જેથી આ બાબતને ધ્યાને લઈ પોરબંદર જીલ્
મિયાણી થી બ્રહ્માણી ના દરિયા કિનારે સંઘન પેટ્રોલિંગ.


મિયાણી થી બ્રહ્માણી ના દરિયા કિનારે સંઘન પેટ્રોલિંગ.


પોરબંદર, 20 મે (હિ.સ.) : સામાન્ય પરિસ્થિતિ દરમિયાન જો પુરતી તકેદારી રાખવામાં આવેતો આંતકવાદી ઘટના જેવા કટોકટીપુર્ણ સમયમાંથી પસાર થવું પડતુ નથી. તેમજ આંતકવાદી ઘટના બાદના તનાવપુર્ણ સમયગાળામાંથી પસાર થવું પડતું નથી. જેથી આ બાબતને ધ્યાને લઈ પોરબંદર જીલ્લાના મીયાણીથી બ્રહ્માણી ગામ તથા આસપાસના દરિયા કિનારાના વિસ્તારોમાં એ.ટી. એસ અમદાવાદના ADGP એ.કે.વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સ ગાંધીનગરના DIGP એ.એમ.મુનીયા અને મરીન ટાસ્ક ફોર્સ હજીરાના S.P એસ.જે.પરમારના માર્ગદર્શન હેઠળ મરીન સેકટર કમાન્ડરની કચેરી પોરબંદરના મ.ગુ.લી. એ.એસ. વદર તથા તમામ મરીન કમાન્ડો અને અસાલ્ટ ડોગને સાથે રાખી તા. 19/05/2026 ના રોજ અલગ અલગ હીટ ટિમો બનાવી સઘન ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ પેટ્રોલીંગના મુખ્ય ઉદેશયો સમુદ્ર માર્ગે થતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃતિ કે ઘુસણખોરી પર પ્રતિબંધ મુકવો,નિર્જન દરિયાકિનારાની ઝાડીઓમાં છુપાયેલી શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓની તપાસ કરવી, સ્થાનીક માછીમારો અને સાગરખેડુઓને દરિયાઈ સુરક્ષા પ્રત્યે જાગૃત કરવા તથા લેન્ડિંગ પોઈન્ટની ચકાસણી કરવી મરીન ટાસ્ક ફોર્સ દ્રારા દુરના અંતરે દેખાતી શંકાસ્પદ બોટ કે હિલચાલની દુરબીન દ્વારા તપાસ કરેલ તેમજ મીયાણી થી બ્રહ્માણી ગામ સુધીના દરિયાઈ વિસ્તારમાં આવેલ અવાવરૂ જગ્યાઓનું ઝીણવટપુર્વક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande