ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને પૂર્વ મુખ્યમંત્રી બીસી ખંડૂરીને શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હી, 20 મે (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન બુધવારે દેહરાદૂન પહોંચ્યા, જ્યાં તેમણે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બીસી ખંડૂરીના નિવાસસ્થાને પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ઉપરાષ્ટ્રપતિએ દિવંગત નેતાને યાદ
ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને પૂર્વ મુખ્યમંત્રી બીસી ખંડૂરીને શ્રદ્ધાંજલિ આપી


નવી દિલ્હી, 20 મે (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન બુધવારે દેહરાદૂન પહોંચ્યા, જ્યાં તેમણે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બીસી ખંડૂરીના નિવાસસ્થાને પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

ઉપરાષ્ટ્રપતિએ દિવંગત નેતાને યાદ કરતાં કહ્યું કે, મેજર જનરલ બીસી ખંડૂરી એક અસાધારણ નેતા, વિશિષ્ટ સૈનિક અને અનુભવી વહીવટકર્તા હતા, જેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર અને જનતાની સેવા માટે સમર્પિત કરી દીધું હતું.

તેમણે કહ્યું કે, દેશમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને કનેક્ટિવિટી સુધારવામાં ખંડૂરીનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિના જણાવ્યા અનુસાર, તેમની કાર્યશૈલી, પ્રામાણિકતા અને વિકાસલક્ષી વિચાર દેશના વિકાસ પથ પર એક અમિટ વારસા તરીકે કાયમ રહેશે.

ઉલ્લેખનીય છે કે, મેજર જનરલ બીસી ખંડૂરીનું મંગળવારે સવારે દેહરાદૂનમાં અવસાન થયું હતું. તેઓ 92 વર્ષના હતા. તેમના નિધનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રોમાં શોકની લહેર ફરી વળી છે.

બીસી ખંડૂરી ભારતીય સેનામાં મેજર જનરલના હોદ્દા પર સેવાઓ આપ્યા બાદ રાજકારણમાં આવ્યા હતા અને તેમણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની સ્વચ્છ છબી અને વહીવટી ક્ષમતા માટે તેમને વ્યાપક સન્માન પ્રાપ્ત હતું.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande