વાપી ડુંગરામાં ઓનલાઇન જ્વેલરીના નામે લાખોની છેતરપિંડી, 4 ઝડપાયા
વાપી, 20 મે (હિ.સ.) : વાપી નજીક આવેલા ડુંગરા વિસ્તારમાં ઓનલાઇન ઇમિટેશન જ્વેલરી વેચવાના બહાને દેશભરના ગ્રાહકો સાથે લાખોની છેતરપિંડી આચરતી હાઈટેક ટોળકીને ડુંગરા પોલીસે ઝડપી પાડી છે. સોશિયલ મીડિયા પર આકર્ષક જાહેરાતો મૂકી ગ્રાહકો પાસેથી રૂપિયા વસૂલ્યા
પ્રતિકાત્મક તસ્વીર


વાપી, 20 મે (હિ.સ.) : વાપી નજીક આવેલા ડુંગરા વિસ્તારમાં ઓનલાઇન ઇમિટેશન જ્વેલરી વેચવાના બહાને દેશભરના ગ્રાહકો સાથે લાખોની છેતરપિંડી આચરતી હાઈટેક ટોળકીને ડુંગરા પોલીસે ઝડપી પાડી છે. સોશિયલ મીડિયા પર આકર્ષક જાહેરાતો મૂકી ગ્રાહકો પાસેથી રૂપિયા વસૂલ્યા બાદ પાર્સલમાં કચરો અને કપડાના ટુકડા મોકલવામાં આવતા હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

મળતી માહિતી મુજબ આરોપીઓ ઓનલાઇન પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા મારફતે ઇમિટેશન જ્વેલરીના આકર્ષક ફોટા અને ઓફરો મૂકી ગ્રાહકોને લલચાવતા હતા. ઓર્ડર મળ્યા બાદ ગ્રાહકો પાસેથી ઓનલાઇન પેમેન્ટ મેળવી પાર્સલ મારફતે નકામી વસ્તુઓ મોકલી છેતરપિંડી કરતા હતા. આ રીતે દેશભરના અંદાજે 378 જેટલા ગ્રાહકો સાથે કુલ રૂ.3.38 લાખથી વધુની છેતરપિંડી આચરાઈ હોવાનું સામે આવ્યું છે.

ડુંગરા પોલીસે મોડી રાત્રે ગોડાઉન પર દરોડો પાડી અંજલી તેજબહાદુર સિંગ, આકાંક્ષા તેજબહાદુર સિંગ, રણજીત યાદવ અને આકાશ સિંહને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી લેપટોપ, આઈફોન સહિત કુલ રૂ.1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચારેય આરોપીઓ વિરુદ્ધ નવા BNS કાયદા હેઠળ ગુનો નોંધી પોલીસે સમગ્ર ફ્રોડ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલા છે તેની દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande