પાટણમાં વોર્ડ 11 માં પાઇપલાઇન તૂટતાં દસ સોસાયટીઓમાં પાણી સંકટ
પાટણ, 20 મે (હિ.સ.) : પાટણના વોર્ડ નંબર 11માં ગટર લાઇનના ખોદકામ દરમિયાન પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી જતા છેલ્લા સાત દિવસથી 10 જેટલી સોસાયટીઓમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે. માર્ગ અને મકાન વિભાગ (R&B)ની કામગીરી દરમિયાન થયેલી બેદરકારીને કારણે
પાટણમાં વોર્ડ નંબર 11મા પાઇપલાઇન તૂટતાં 10 સોસાયટીઓમાં પાણી સંકટ


પાટણમાં વોર્ડ નંબર 11મા પાઇપલાઇન તૂટતાં 10 સોસાયટીઓમાં પાણી સંકટ


પાટણ, 20 મે (હિ.સ.) : પાટણના વોર્ડ નંબર 11માં ગટર લાઇનના ખોદકામ દરમિયાન પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી જતા છેલ્લા સાત દિવસથી 10 જેટલી સોસાયટીઓમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે. માર્ગ અને મકાન વિભાગ (R&B)ની કામગીરી દરમિયાન થયેલી બેદરકારીને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વૃંદાવન, દેવ ક્રિષ્ના રિધ્ધિ, શકુંતલ, ક્રિષ્ના દેવમ અને પંચશીલ સહિતની સોસાયટીઓમાં પાણી ન મળતા રહીશો ખાનગી ટેન્કરો મગાવવા મજબૂર બન્યા છે. ઘરવપરાશ અને પીવાના પાણી માટે દરરોજ આશરે 450 રૂપિયા ખર્ચવાનો વારો આવ્યો છે.

પરિસ્થિતિ ગંભીર બનતા કોંગ્રેસના કોર્પોરેટર આશાબેન ઘેમરભાઈ રબારી સહિત ત્રણેય કોર્પોરેટરોએ સ્થળ પર પહોંચી પોતાના ખર્ચે પાણીના ટેન્કરોની વ્યવસ્થા શરૂ કરાવી છે. તેમણે ચેતવણી આપી છે કે જો બે દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો નગરપાલિકામાં ઉગ્ર આંદોલન અને હલ્લાબોલ કરવામાં આવશે.

નગરપાલિકાની ભૂગર્ભ શાખાના ભરતભાઈ મોદીએ જણાવ્યું કે R&B વિભાગની કામગીરી દરમિયાન મુખ્ય લાઇન તૂટી હતી. નવી પાઇપલાઇન નાખવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને ત્યાં સુધી ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande