જામનગર-ખંભાળિયા હાઈવે ઉપર મીઠોઇ નજીક રસ્તો ઓળંગતા યુવકનું ઇકોની હડફેટે થયું મોત
જામનગર, 20 મે (હિ.સ.) : જામનગર-ખંભાળિયા હાઇવે પર બેફામ દોડતા ઇકોને લઇ અવારનવાર અકસ્માતનો હાઉ ઉભો થતો હોય છે. પેસેન્જરની લ્હાઇમાં આડેધડ ઇકો ચાલકો નિયમ ભંગ કરતા હોય છે. ત્યારે ખંભાળિયા-જામનગર હાઇવે પર મીઠોઇ ગામના પાટિયા નજીક બેફામ ઇકો ચાલકે રોડ ક્રોસ
અકસ્માત


જામનગર, 20 મે (હિ.સ.) : જામનગર-ખંભાળિયા હાઇવે પર બેફામ દોડતા ઇકોને લઇ અવારનવાર અકસ્માતનો હાઉ ઉભો થતો હોય છે. પેસેન્જરની લ્હાઇમાં આડેધડ ઇકો ચાલકો નિયમ ભંગ કરતા હોય છે. ત્યારે ખંભાળિયા-જામનગર હાઇવે પર મીઠોઇ ગામના પાટિયા નજીક બેફામ ઇકો ચાલકે રોડ ક્રોસ કરી રહેલાં યુવાનને ઠોકર મારતાં તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતને અંજામ આપી ઇકો ચાલક નાશી જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

ખંભાળિયા-જામનગર હાઇવે પર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. મીઠોઇ ગામના પાટિયા નજીક ઇકો કારના ચાલકે રસ્તો ઓળંગી રહેલાં 31 વર્ષિય યુવાનને ઠોકરે ચડાવતા યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવની વિગત અનુસાર મૂળ ઉતરપ્રદેશ રાજ્યના વતની અને હાલ જામનગર તાલુકાના સિક્કા ગામે રહેતો પ્રશાંત રામનરશે સવિતા (ઉ.વ.31) નામનો યુવાન ગત્ તા.18-5-2026 ના રોજ પ્રશાંત પોતાના મિત્રને મળવા માટે સિક્કાથી મીઠોઇ ગામના પાટિયા પાસે ગયો હતો.

મિત્રને મળ્યાં બાદ પરત ફરતી વેળાએ યુવાન રસ્તો ચાલીને રસ્તો ઓળંગી રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી જીજે-37-એમ-1320 નંબરની ઇકો કારના ચાલકને યુવાનને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પ્રશાંત નામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને તપાસી તેનું મોત નિપજ્યાનું જાહેર કર્યું હતું. અકસ્માત સર્જી ઇકો કારનો ચાલક સ્થળ પરથી નાશી ગયો હતો.

અકસ્માતના આ બનાવ અંગે મૃત્તક યુવાનના મોટાભાઇ સુમીતકુમાર રામનરેશ (ઉ.વ.37, રહે.હાલ સી/ઓ 203, શિવનરેશ મોરા સુરત)એ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ખંભાળિયની હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો.

પોલીસે મૃત્તદેહનો કબ્જો સંભાળી પીએમ માટે યુવાનના મૃત્તદેહને જામનગરી જી.જી.હોસ્પિટલ ખાતે લાવી નાશી ગયેલાં જીજે-37-એમ-1320 નંબરની ઇકો કારના ચાલક સામે બીએનએસની કલમ 281, 106(1), તથા એમ.વી. એક્ટ કલમ 177, 184, 134 મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande