


પોરબંદર, 20 મે (હિ.સ.) : પોરબંદર શહેરમાં વધતી ઉનાળાની ગરમી વચ્ચે નાગરિકોને રાહત મળે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં છાશ વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. શહેરના લીમડા ચોક શાક માર્કેટ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, પાયોનીયર ક્લબ ઓફ પોરબંદર, ગ્રીન પોરબંદર તથા પોરબંદર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે છાશ વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સંસ્થાઓના સંયોજક ડો. ચેતનાબેન તિવારી, રામદેવભાઈ મોઢવાડિયા, પ્રવિણભાઈ ખોરાવા તથા ધર્મેશભાઈ પરમારની ઉપસ્થિતિમાં આ સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ છાશ વિતરણ કેન્દ્રમાં દરરોજ આશરે એક હજાર જેટલા લોકો લાભ લઈ રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને તડકામાં બજાર વિસ્તારમાં આવતા વેપારીઓ, ગ્રાહકો તેમજ રાહદારીઓને આ કેન્દ્ર દ્વારા ઠંડક અને રાહત મળી રહેશે. આ પ્રસંગે આશાબેન સોલંકી, હર્ષદભાઈ બામણીયા, લીલાબેન લાખાણી, હેતલબેન થાનકી, જ્યોતિબેન આસોડીયા, લાખણશીભાઈ ગોરાણીયા, શિવમભાઈ તિવારી, અકબરભાઈ સોરઠીયા, અતુલભાઈ કારીયા, દેવશીભાઈ પરમાર, જયેન્દ્રભાઈ ખુંટી, સુનિલભાઈ મોઢા, નીલેશભાઈ ભુતિયા, અરજનભાઈ ભુતિયા તથા અરભમભાઈ ઓડેદરા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya