પોરબંદર મનપાના મેયર, ડેપ્યુટી મેયર તથા સ્થાયી સમિતિની રચના માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે
પોરબંદર, 20 મે (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી–2026ની પ્રક્રિયા પૂર્ણ થતાં મહાનગરપાલિકાનાં મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવા તેમજ સ્થાયી સમિતિની નિમણૂક કરવા બાબતે મહાનગરપાલિકાની સામાન્ય સભા તા. 26-05-2026, મંગળવારના રોજ બપોરે 12:00
પોરબંદર મનપાના મેયર, ડેપ્યુટી મેયર તથા સ્થાયી સમિતિની રચના માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે


પોરબંદર, 20 મે (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી–2026ની પ્રક્રિયા પૂર્ણ થતાં મહાનગરપાલિકાનાં મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવા તેમજ સ્થાયી સમિતિની નિમણૂક કરવા બાબતે મહાનગરપાલિકાની સામાન્ય સભા તા. 26-05-2026, મંગળવારના રોજ બપોરે 12:00 કલાકે મહાનગરપાલિકા કચેરી, પોરબંદર ખાતે આવેલ સભાખંડમાં પ્રમુખ અધિકારી તથા નાયબ કમિશનર (પ્રોજેક્ટ)નાં અધ્યક્ષ સ્થાને યોજાનાર છે.

આ સામાન્ય સભામાં ધી જી.પી.એમ.સી. એક્ટ–1949 ની કલમ–19 અન્વયે અઢી વર્ષ માટે મેયરની જનરલ કેટેગરીની ચૂંટણી કરવામાં આવશે તેમજ ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાશે. ઉપરાંત અઢી વર્ષ માટે સ્થાયી સમિતિના 12 સભ્યઓની નિમણૂક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાની આગામી અઢી વર્ષની વહીવટી અને વિકાસલક્ષી દિશા નક્કી કરતી આ સામાન્ય સભા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande