સાંતલપુરમાં સગીરાનું અપહરણ કરી બે વખત દુષ્કર્મ આચરાયાની ઘટના સામે આવી
પાટણ, 20 મે (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 વર્ષીય સગીરાનું અપહરણ કરી તેની સાથે બે વખત દુષ્કર્મ આચરાયાની ઘટના સામે આવી છે. ભોગ બનનારાની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી રમેશ ઠાકોર વિરુદ્ધ BNS અને પોક્સો
સાંતલપુરમાં  સગીરાનું અપહરણ કરી બે વખત દુષ્કર્મ આચરાયાની ઘટના સામે આવી.


પાટણ, 20 મે (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 વર્ષીય સગીરાનું અપહરણ કરી તેની સાથે બે વખત દુષ્કર્મ આચરાયાની ઘટના સામે આવી છે. ભોગ બનનારાની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી રમેશ ઠાકોર વિરુદ્ધ BNS અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

માહિતી મુજબ, સગીરા દુકાનેથી દૂધ લઈને ઘરે પરત ફરી રહી હતી ત્યારે આરોપી રમેશ ઠાકોરે રસ્તામાં તેને રોકી બળજબરીપૂર્વક બાઈક પર બેસાડી અપહરણ કર્યું હતું. બાદમાં તેને ઝંડાળા રોડ પાસે ખેત તલાવડી નજીક બાવળોની ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

આરોપી રમેશ ઠાકોરે ત્યારબાદ સગીરાને નજીકના ખેતરમાં લઈ જઈ બીજી વખત પણ દુષ્કર્મ કર્યું હતું અને કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વારાહી પોલીસે આરોપી સામે BNS કલમ 64(2), 65(1), 137(2), 351(3) તેમજ પોક્સો એક્ટની કલમ 4(2), 5(એલ), 6 હેઠળ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande