
બોટાદ, 20 મે (હિ.સ.) : બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના યુવાનોને રોજગારીની વધુ સારી તકો ઉપલબ્ધ થાય તે હેતુસર તા. ૨૧ મે, ૨૦૨૬ના રોજ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં જાણીતી કંપનીઓ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
આ ભરતી મેળામાં સાણંદની Tata Motors, દહેજની MRF Tyres, ધોલેરાની ReNew Power તેમજ બોટાદની Life Insurance Corporation of India દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.
રોજગાર ઇચ્છુક ઉમેદવારો માટે વયમર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ નક્કી કરવામાં આવી છે. ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ સુધીની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઈ શકશે.
ભરતી મેળો જિલ્લા સેવા સદન, ખસ રોડ સ્થિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ ખાતે તા. ૨૧ મેના રોજ સવારે ૧૧:૩૦ કલાકે યોજાશે. ઉમેદવારોએ આધાર કાર્ડ તથા શૈક્ષણિક લાયકાતના તમામ જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.
આ ભરતી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. ઉમેદવારો Anubandham Portal પર જઈ નોંધણી કરી શકશે. નોંધણી બાદ પોર્ટલમાં લોગિન કરી ‘Job Fair’ મેનુમાં જરૂરી વિગતો ભરી ભરતી મેળામાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદનો કચેરી સમય દરમિયાન સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA