




- જીએનએફસીમાં છેતરપીડી મામલે તપાસમાં 15 થી વધુ એમ્પ્લોયર અને ડોકટરની સંડોવણી ચર્ચાનું કેન્દ્ર
ભરૂચ 20 મે (હિ.સ.) : ભરૂચની જીએનએફસી કંપનીમાં ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ નિભાવતા કર્મી પોતાના દિકરાના માધ્યમથી પોતાના પરિવારના નકલી મેડીકલ બિલો બતાવી લાખો રૂપિયાના નકલી બિલો જીએનએફસીમાં મુકાયા હોવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યા બાદ બન્ને પિતા–પુત્ર જેલવાસમાં હોય અને તે દરમ્યાન જીએનએફસીએ તપાસ કરતાં અન્ય 15 થી વધુ એમ્પ્લોયરોએ પણ નકલી બિલો મુકી કૌભાંડ કર્યું હોય અને તેમાં બે તબીબોની પણ સંડોવણી હોવાનો મામલો સામે આવતાં કેટલાંક કર્મચારીઓને સસ્પેન્ડ તો કેટલાકને શોકોઝ નોટીસ આપી કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના અહેવાલો મળી રહયા છે.
બનાવની મળતી માહિતી અનુસાર 15 માર્ચ દરમ્યાન ભરૂચ જીએનએફસીમાં ફાયરમેન તરીકે ફરજ નિભાવતા ગૌતમ પટેલે પોતાના પુત્ર ગોરાંગ પટેલની મદદથી પત્ની તથા પરિવારના સભ્યોના નકલી મેડીકલ બિલો બનાવી જીએનએફસીમાં મુકી લાખો રૂપિયાની છેતરપીડી જીએનએફસીમાં કરી હોય તે બાબતની ફરીયાદ સી.ડિવીઝન પોલીસ મથકમાં નોંધાયા બાદ જીએનએફસી દ્ધારા આવા કેટલાંય એમ્પ્લોયરોએ નકલી બિલો મુકીને જીએનએફસી સાથે છેતરપીડી કરી છે આ બાબતે ગૃપ્તરાહે તપાસ કરવામાં આવતા જીએનએફસીના બે તબીબોની ગંભીર સંડોવણી સાથે 15 થી વધુ કર્મચારીઓએ નકલી બિલો મુકી જીએનએફસી સાથે છેતરપીડી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા 1 લાખથી વધુની છેતરપીંડી કરનારા એમ્પ્લોયરોને સસ્પેન્ડ કર્યા તો 1 લાખથી નીચેની રકમની છેતરપીડી કરનાર કર્મચારીઓને શોકોઝ નોટીસ આપી રૂપિયા જમા કરાવવા આદેશ કરાયો હોવાનું પણ સામે આવતાં આ સમગ્ર મામલો સી.ડિવીઝન પોલીસ મથકે પહોંચશે કે પછી જીએનએફસી સંકુલમાં દબાવી કર્મચારીઓને બચાવવામાં આવશે તેવા પ્રશ્નો હાલ ચર્ચાસ્પદ બન્યા છે.
જો કે જીએનએફસીના અધિકારીઓનો સંપર્ક કરતાં તેઓએ કહયું હતું કે નો કોમેન્ટ (અમારે આ બાબતે કંઈ જ કહેવું નથી) આ બાબતે મેનેજમેન્ટ યોગ્ય નિર્ણય કરી રહી છે. જો કે જીએનએફસીની હોસ્પિટલમાં જ આ પ્રકારેનું નકલી મેડીકલ બિલોનું કૌભાંડ ગંભીર હોવાનું અને આ મામલે બે તબીબો સહિત 15 થી વધુ કર્મચારીઓની સંડોવણી હોવાનું તપાસમાં બહાર આવતા સસ્પેન્ડ થયેલા અને શોકોઝ નોટીસ અપાયેલા જીએનએફસીના કર્મચારીઓના નામ સહિતનું લીસ્ટ પણ સોશ્યલ મીડીયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બની રહયું છે. ગૌતમ પટેલ ફાયરમેન અગાઉ જનરલ સ્ટોરમાં મહિલાના પેડની ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયો હતો
જીએનએફસીના ફાયર મેન ગૌતમ પટેલ સામે 16 લાખના નકલી બિલો મુકવા બાબતની ફરીયાદ નોંધાઈ ચુકી છે અને ત્યારબાદ ગૌતમ પટેલ ઝાડેશ્વરના તુલસીધામ નજીક કૃપા સુપર સ્ટોરમાંથી તા.12/12/2022ના રોજ મહિલાના પેડની ચોરી કરતો હોવાના પણ સીસીટીવી ફૂટેજ હાલ વાયરલ થઈ રહયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ