પૂર્વ મંત્રી બાબુ બોખીરીયાએ નાગરિકોને વસ્તી ગણતરીની સ્વ-ગણતરી પ્રક્રિયામાં જોડાવા અનુરોધ કર્યો
પોરબંદર, 20 મે (હિ.સ.) : ભારત સરકાર દ્વારા હાથ ધરાતી જનગણના – 2027 દેશના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટેની એક અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્યમાં શરૂ થયેલી સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયામાં દરેક નાગરિક સક્રિયપણે જોડાય તે
પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયાએ નાગરિકોને વસ્તી ગણતરીની સ્વ-ગણતરી પ્રક્રિયામાં જોડાવા અનુરોધ કર્યો.


પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયાએ નાગરિકોને વસ્તી ગણતરીની સ્વ-ગણતરી પ્રક્રિયામાં જોડાવા અનુરોધ કર્યો.


પોરબંદર, 20 મે (હિ.સ.) : ભારત સરકાર દ્વારા હાથ ધરાતી જનગણના – 2027 દેશના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટેની એક અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્યમાં શરૂ થયેલી સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયામાં દરેક નાગરિક સક્રિયપણે જોડાય તે માટે પોરબંદરના વતની તેમજ ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ નાગરિકોને અનુરોધ કર્યો હતો.

બાબુભાઈ બોખીરીયાએ જણાવ્યું હતું કે, “વસ્તી ગણતરી માત્ર આંકડાકીય પ્રક્રિયા નથી, પરંતુ દેશના ભવિષ્યનું આયોજન નક્કી કરતી સૌથી મહત્વપૂર્ણ વ્યવસ્થા છે. સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય, રોજગાર, આવાસ, માર્ગ-મકાન, પાણી, વીજળી જેવી જનહિતલક્ષી યોજનાઓનું યોગ્ય આયોજન અને અમલીકરણ કરવા માટે ચોક્કસ અને સાચી માહિતી અત્યંત જરૂરી બને છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આજે ટેકનોલોજીના યુગમાં સરકાર દ્વારા નાગરિકોને ઘરે બેઠા સરળતાથી સ્વ-ગણતરી કરવાની સુવિધા આપવામાં આવી છે. દરેક નાગરિક https://se.census.gov.in પોર્ટલ પર જઈ પોતાની અને પોતાના પરિવારની વિગતો સરળતાથી નોંધાવી શકે છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે સરળ, સુરક્ષિત અને સમય બચાવનારી છે.”

બાબુભાઈ બોખીરીયાએ ખાસ કરીને યુવાનોને આ અભિયાનમાં આગળ આવવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, “દેશના વિકાસમાં યુવાનોની ભૂમિકા અગત્યની છે. પરિવારના વડીલોને અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને પણ સ્વ-ગણતરી પ્રક્રિયા સમજાવી વધુમાં વધુ લોકોને જોડવા જોઈએ.” તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે, “આપ સૌ રાષ્ટ્રહિતમાં સ્વ-ગણતરી પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક જોડાઓ અને 31 મે 2026 પહેલાં પોતાની વિગતો ઓનલાઈન નોંધાવી દેશના વિકાસમાં સહભાગી બનો.” આ તકે બાબુભાઈ બોખીરીયાએ પોતે પણ સ્વ-ગણતરી પ્રક્રિયા અંગે માહિતી મેળવી અને નાગરિકોને આ અભિયાનને સફળ બનાવવા સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande