દેશવ્યાપી હડતાળ વચ્ચે સુરત શહેર અને જિલ્લાના આશરે 6 હજાર જેટલા કેમિસ્ટો હડતાળમાં જોડાયા
સુરત, 20 મે (હિ.સ.) : ઓનલાઇન ઈ-ફાર્મસી દ્વારા દવાઓના વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં ''ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઑફ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ''(AIOCD) દ્વારા 24 કલાકની દેશવ્યાપી હડતાલનું એલાન કરાયું છે, આ એલાનને પગલે દેશભરના 12.5થી 15 લાખ કેમિ
देशव्यापी हड़ताल में बंद सूरत की मेडिकल स्टोर


સુરત, 20 મે (હિ.સ.) : ઓનલાઇન ઈ-ફાર્મસી દ્વારા દવાઓના વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં 'ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઑફ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ'(AIOCD) દ્વારા 24 કલાકની દેશવ્યાપી હડતાલનું એલાન કરાયું છે, આ એલાનને પગલે દેશભરના 12.5થી 15 લાખ કેમિસ્ટ જોડાયા. કેમિસ્ટનો આક્ષેપ છે કે યોગ્ય નિયંત્રણોના અભાવે પરંપરાગત મેડિકલ સ્ટોર્સનો બિઝનેસ જોખમાયો છે. સાથે જ ઓનલાઇન માધ્યમથી નકલી દવાઓનું વેચાણ વધતાં દર્દીઓની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે.

દેશવ્યાપી આ હડતાળમાં ગુજરાત સહીત સુરત શહેરના કેમિસ્ટો પણ જોડાયા છે.પરિણામે સુરત શહેરમાં પણ જુદા જુદા વિસ્તારોમાં આવેલા મોટાભાગના મેડિકલ સ્ટોર આજે બંધ જોવા મળ્યા હતા.મેડિકલ સ્ટોરના શટરો બંધ પડેલા દેખાયા હતા,આ પરિસ્થિતિઓ વચ્ચે જે જે લોકોને હડતાળ અંગે ખબર નહીં હતી કે જાણ નહીં હતો તેવા લોકોને દવા લેવા માટે ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો.દવાઓ લેવા માટે ઘણા લોકોને આમતેમ ધક્કા ખાવા પડ્યા હતા અને પરેશાનીઓમાં મુકાયા હતા.

મળતી માહિતી મુજબ કેમિસ્ટની દેશવ્યાપી હડતાળનો અસર સુરત શહેરમાં પણ જોવા મળ્યો હતો.અહીં પણ ઠેર ઠેર આવેલા મેડિકલ સ્ટોર્સ બંધ દેખાયા હતા.એટલુંજ નહીં મેડિકલ સ્ટોર્સના બંધ શટર જોઈને સામાન્ય લોકો અને જેમને જ્ઞાન નહીં હતું કે આજે મેડિકલ સ્ટોર બંધ રહેવાના છે તેવા લોકોને ભારે હેરાન પરેશાન થયા હતા, દવાઓની જરૂરિયાત હોવાથી આમતેમ ધક્કા ખાતા અને ઠેર ઠેર દોડતા જોવા મળ્યા હતા.ઘણા લોકો લાંબો અંતર ખેડવા મજબુર બન્યા હતા.દવા લેવા માટે આમતેમ ભાગદોડ કરતા જોવા મળ્યા હતા.જોકે આ સમગ્ર મામલા અંગે સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના હોદ્દેદારોએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે મોટી કોર્પોરેટ કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ આપીને નાના મેડિકલ સ્ટોર સંચાલકોની રોજીરોટી છીનવી રહી છે, જેથી કોરોના કાળમાં ઓનલાઈન હોમ ડિલિવરી માટે અપાયેલી છૂટ હવે તાત્કાલિક બંધ થવી જોઈએ. એસોસિયેશને ચીમકી આપી છે કે આ વિરોધ માત્ર વેપારીઓના હિત માટે નથી પરંતુ જનતાની સલામતી માટે છે.એટલુંજ નહીં એવું પણ કહેવું હતું કે અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા ઓનલાઈન વેપાર કરનાર કેમિસ્ટોને બંધ કરવામાં ન આવતા હડતાળનો શાસ્ત્ર ઉગાવવામાં આવ્યું છે.જોકે હડતાળ વચ્ચે ઈમરજન્સી સમયે દર્દીઓ પરેશાન ન થાય તે માટે એસોસિયેશન દ્વારા તમામ જિલ્લા અને શહેરોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.આ દેશવ્યાપી હડતાળ વચ્ચે સુરત શહેર અને જિલ્લાના આશરે 6 હજાર જેટલા કેમિસ્ટો હડતાળમાં જોડાયા છે.

સિવિલ - સ્મીમેરમાં મેડિકલ સ્ટોર ચાલુ

કેમિસ્ટની દેશવ્યાપી હડતાળમાં સુરત શહેર સહીત ગુજરાતના કેમિસ્ટ પણ જોડાયા છે.ત્યારે સુરત શહેરની વાત કરીએ તો શહેરમાં ઠેર ઠેર મેડિકલ સ્ટોર આજે સવારથી જ બંધ રાખવામાં આવ્યા છે.જેના કારણે લોકોને દવાઓ લેવા માટે અનેક પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો.જોકે આ હડતાળ વચ્ચે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે આવેલા મેડિકલ સ્ટોર ચાલુ રાખવામાં આવ્યા હતા.દર્દીઓને દવાઓ લેવા માટે પરેશાન નહીં થવું પડે અને સરળતાથી દવા મળી રહે તેવા આશય સાથે શહેરની આ બને સરકારી અને અર્ધ સરકારી હોસ્પિટલોની અંદર આવેલા મેડિકલ સ્ટોર ચાલુ રાખવામાં આવ્યા હતા.જેથી દવા લેવા માટે અહીં આવતા લોકોને રાહત મળી હતી.

કેમિસ્ટોની મુખ્ય માંગણીઓ

આજે દેશવ્યાપી હડતાળને પગલે ઠેર ઠેર મેડિકલ સ્ટોર બંધ રખાયા હતા.આ હડતાળ પાછળ મુખ્ય માંગણીઓ જે છે તે એ છે કે ઓનલાઇન દવાઓનુ વેચાણ બંધ કરવામાં આવે, કોરોના સમય ઓનલાઇન દવા માટે અપાયેલી છૂટ રદ્દ કરવામાં આવે ,કોર્પોરેટ કંપની દવારા અપાતું ભારે ડિસ્કાઉન્ટ બંધ કરો,ગેરકાયદેસર ઈ- ફાર્મસી પર રોક લગાવો,નશાકારક દવાનો ઓનલાઇન વેચાણ બંધ કરવામાં આવે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande