ભાવનગરમાં અર્બન ગ્રીન મિશન અંતર્ગત ત્રણ દિવસીય વિનામૂલ્યે માળી તાલીમ યોજાશે
ભાવનગર, 21 મે (હિ.સ.) ભાવનગર જિલ્લાના શહેરીજનો માટે રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના અંતર્ગત ત્રણ દિવસીય વિનામૂલ્યે માળી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બાગાયતનો વ્યાપ વધારવા, યુવાનોમાં કૌશલ્ય વિકાસ
ભાવનગર


ભાવનગર, 21 મે (હિ.સ.) ભાવનગર જિલ્લાના શહેરીજનો માટે રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના અંતર્ગત ત્રણ દિવસીય વિનામૂલ્યે માળી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બાગાયતનો વ્યાપ વધારવા, યુવાનોમાં કૌશલ્ય વિકાસ લાવવા અને રોજગારીની નવી તકો ઉભી કરવા રાજ્ય સરકાર દ્વારા “અર્બન ગ્રીન મિશન” કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે.

આ તાલીમ કાર્યક્રમ હેઠળ તાલીમાર્થીઓને બાગબગીચાની સંભાળ, શહેરી વિસ્તારમાં હરિયાળી વિકાસ, ગાર્ડનિંગની આધુનિક પદ્ધતિઓ, છોડ ઉછેર, ખાતર અને પાણી વ્યવસ્થાપન સહિતની પ્રાયોગિક માહિતી આપવામાં આવશે. તાલીમ પૂર્ણ કરનાર લાભાર્થીઓને પ્રતિદિન રૂ. 250 ની વૃત્તિકા તેમજ ગાર્ડન માટે ઉપયોગી ટૂલ કીટ પણ આપવામાં આવશે. દરેક તાલીમ વર્ગમાં અંદાજે 30 થી 40 તાલીમાર્થીઓને સમાવેશ કરવામાં આવશે.

આ યોજનાનો લાભ લેવા માટે 18 થી 45 વર્ષની ઉંમરના ભાઈઓ અને બહેનો અરજી કરી શકશે. રસ ધરાવતા અરજદારોએ 20 મે થી 8 જૂન દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી પ્રક્રિયામાં આધાર લિંક ઓટીપી આધારિત રજીસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે. ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને પોતાના પાસે રાખવાની રહેશે.

વિભાગ દ્વારા મંજૂરી મળ્યા બાદ નિયત સમયમર્યાદામાં અરજીની સહીવાળી નકલ તથા જરૂરી આધાર પુરાવા સાથે તાલીમ માટેની દરખાસ્ત રજૂ કરવાની રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande