પ્રોહિબિશનના ગુનામાં લાલો જમોડ સામે પાસા હેઠળ કાર્યવાહી, વડોદરા જેલ ખસેડાયો
અમરેલી, 21 મે (હિ.સ.) : અમરેલી જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત અમરેલી એલસીબી પોલીસે પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલા લાલો જમોડ સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી તેની અટકાય
પ્રોહિબિશનના ગુનામાં લાલો જમોડ સામે પાસા હેઠળ કાર્યવાહી, વડોદરા જેલ ખસેડાયો


અમરેલી, 21 મે (હિ.સ.) : અમરેલી જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત અમરેલી એલસીબી પોલીસે પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલા લાલો જમોડ સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી તેની અટકાયત કરી હતી. બાદમાં તેને વધુ કાયદેસરની કાર્યવાહી માટે વડોદરા સ્થિત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લાલો જમોડ સામે અગાઉથી જ દારૂના વેપાર અને પ્રોહિબિશનના વિવિધ ગુનાઓ નોંધાયેલા હતા. વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણીને કારણે સ્થાનિક લોકોમાં ભય અને અસામાજિક પ્રવૃત્તિઓનું વાતાવરણ સર્જાતું હોવાની ફરિયાદો પણ સામે આવી હતી.

આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અમરેલી એલસીબી દ્વારા તેની વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી પર અંકુશ લાવવા માટે આ પ્રકારની કડક કાર્યવાહી સતત કરવામાં આવી રહી હોવાનું જણાવાયું હતું.

પોલીસની આ કામગીરીથી જિલ્લામાં અસામાજિક તત્વોમાં ચકચાર મચી જવા પામી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande