
પોરબંદર, 21 મે (હિ.સ.) : પોરબંદર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કેનાલને પહોળી અને ઊંડી કરવા ચાલી રહેલ ખોદકામ બંધ કરી દેવાતા ફરી કામ ચાલુ કરવા ભારવાડા, મોઢવાડા, રીનાવાડા, કિંદરખેડાના ખેડૂતો એ ક્ષાર અંકુશ વિભાગ પોરબંદરના કાર્યપાલક ઈજનેરને આવેદન પાઠવ્યું છે.
રજૂઆતમાં જણાવાયું છે કે, પોરબંદર જીલ્લા તાલુકાના મોઢવાડા, રીણાવાડા, ભારવાડા તથા કીંદરખેડા કેશવ, દેગામ,સીમાણી, પાલખડા, રાતડી, અને બરડીયા ગામના ખેડુતોએ આવેદન પત્ર આપી માંગણી કરી એ છીએ કે, હાલમાં આપના હસ્તકની જેભારવાડા, મોઢવાડા, રીણાવાડા, કીંદરખેડા તથા કેશવ, સીમાણી, દેગામ,પાલખડા, રાતડી, બરડીયા, ગામને જોડતી કેનાલ છે. તે કેનાલને ખોદી અનેપહોડી કરવા માટેની કામગીરી ચાલી રહેલ છે. તેને બંધ કરી દેવામાં આવેલ છે. અને આ કેનાલ ત્યાંના હીતેશ મોઢવાડીયાએ રજુઆતથી બંધ કરી દેવામાં આવેલ છે. ખરી હકીકતે આ કેનાલ મોટી કરીએ તો તેમાંથી દરીયાની ખારાસનુપાણી આવતુ નથી. અને આ કેનાલના પાણીથી આજુબાજુના તમામ ખેડુતોને મોટો ફાયદો થાય તેમ છે. અને કોઈપણ પ્રકારની નુકશાની થતી નથી. અને જે માટી અમો ઉપાડીએ છીએ તે કેનાલમાંથી માત્ર એકજ મીટરની ઉંડાઈથી ઉપાડીએ છીએ. અને આ માટી ખેડુતોને ખેતરમાં કામ લાગે તેવી છે, તેથી પણ કોઈ નુકશાની થતી નથી અને કેનાલ ઉંડી થાય તો પાણીનો સ્ટોક પણ થઈ શકે તેમ છે.
આમ જેણે રજુઆત કરેલ છે. તે હીતેશ મોઢવાડીયા એવી રજુઆત કરે છે. કે, મોટુ નુકશાન થાય તેમ છે. જયારે તેઓ જ આ કેનાલમાંથી ખોદકામ કરાવતા હતા ત્યારે કોઈપણ પ્રકારનુ નુકશાન થતુ ન હતુ. અને તેઓ ગેરકાયદેસરજ ખોદકામ કરતા હતા. તે હકીકત પણ ચોખ્ખી છે. અને જયારે આ બાબતે જરૂર પડયે લીરબાઈ મંદિર મોઢવાડાના સીસીટીવી ફુટેજ લેવામાં આવે તો આજ વ્યિકતી ખોદકામ કરી અને ગેરકાયદેસર ચલાવતા હતા.તે પોલીસ તપાસ થાય તો સાચી હકીકત બહાર આવે તેમ છે. પરંતુ અમોને માત્ર ખેડુતોને હેરાન કરવા માટે અને આમ આદમી પાટીનુ બેનર લઈને અમો ખેડુતોને પરેશાની વેઠવી પડે તેવા હેતુથી આ કામ બંધ કરવામાં આવેલ છે. અને આ માટીની ખેડુતોને સાચી જરૂર છે
અને ખેત સુધારણા માટે માટી બીજે કયાંયથી મળી શકે તેમ નથી. અને આ માટી ખેતીમાં ખુબજ ઉપયગી થાય અને અમો આ આવેદન પત્ર આપી એવી રજુઆત કરીએ છીએ કે, આ ખોદકામ ફરીથી ચાલુ કરવા અને માટી ઉપાડવા માટેની પરમીશન આપવા માંગણી છે અને જેઓ પહેલા તદન ગેરકાયદેસર ચલાવતા હતા. તેઓ સામે સીસીટીવી ફુટેજના આધારે પોલીસ તપાસ કરાવી અને ફરીયાદ દાખલ કરવા પણ માંગણી કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya